વાંકાનેર: અહીંની નગરપાલિકા પાસે 31 માર્ચ 2024 ની સ્થિતિએ 22 કરોડ 72 લાખ 60 હજાર રૂપિયા લેણાંના લેવાના હોવાની વિગત
બહાર આવી છે. પ્રાપ્ય માહિતી મુજબ લોકોને જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવા માટે 1 હજાર લિટર પાણીના માત્ર રૂ. 4
વસુલવામાં આવતા હોવા છતાં વાંકાનેર નગરપાલિકા પાસે 23 કરોડ જેટલી બાકી રકમ લાંબા સમયથી વસૂલવા માટેની નોટિસો આપવા
છતાં નગરપાલિકાના તંત્ર દ્વારા પાણીના પૈસા આપવામાં આવતા નથી. અગાઉ પ્રતિ વ્યક્તિ 70 લીટર પ્રતિદિન જે પાણી વિતરણ કરવામાં આવતું હવે તે પ્રતિ વ્યક્તિ દીઠ 100 લીટર પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવી રહ્યું છે…