વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાંથી આજે વહેલી સવારે એક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં આવેલ મકબુલભાઇ કડીવાર (બોરડીવાળા)ની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતાં રવીત ડુંગરસિંહ બામનીય (ઉ.વ. ૨૧) નામના એક પરપ્રાંતિય શ્રમિક મજુરની દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકી હત્યા કરી નાખી હતી, જેમાં બનાવની જાણ વાડી માલિકને થતાં તેમણે બાબતે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ અને હાલ બનાવ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
