વિજેતાનું પિયર વાંકાનેર તાલુકાના ચંદ્રપુર છે
રાજકોટના ગામડાઓની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ આવ્યા હતા. રાજકોટના સણોસરા ગામના પરિણામે બધાને ચોંકાવ્યા હતા. આખું ગામ હિન્દુ વસ્તી ધરાવતું હોવા છતાં એક મુસ્લિમ મહિલા વિજેતા બની. 



સણોસરા ગ્રામ પંચાયતમાં હિન્દુ બહુમતી ધરાવતા ગામમાં મુસ્લિમ મહિલા ડૉ. નફીસા યુનુસભાઇ અલીભાઈ શેરસિયા સરપંચ તરીકે ચૂંટાયા. આમ ગામમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા જોવા મળી. કુલ 1810 ના થયેલ મતદાનમાં તેઓને 550 મતની લીડ મળી છે, તેઓનું પિયર વાંકાનેર તાલુકાના ચંદ્રપુર છે, ઉલ્લેખનીય છે કે તેમના સસરા અલીભાઈ પણ એક વખત સણોસરાના સરપંચ હતા….
