મહાનદીમાં યુવાન ડૂબી ગયા બાદ રર કલાકે લાશ મળી
વાંકાનેર: વાંકાનેર ગ્રીનચોક ખાતે વેપાર કરતા મર્હુમ રહીમભાઇના ત્રીજા નંબરના પુત્ર અને યુવાનવયના સલમાનભાઇ રહીમભાઇ દરબારનું અચાનક હાર્ટએટેક આવતા આજરોજ સોમવારે નિધન થયું છે. હજુ અપરિણીત યુવાન વય ધરાવતા સલમાનભાઇનું અચાનક મૃત્યુ ઇદે મિલાદના દિવસે જ થતા પરિવારમાં શોક ફેલાઇ ગયો છે…
મહાનદીમાં યુવાન ડૂબી ગયા બાદ રર કલાકે લાશ મળી
મળેલ જાણકારી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મહાનદીમાં ન્હાવા પડેલો યુવાન ડૂબી ગયા જતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કોલ મળતા ફાયર ટિમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈ યુવાનની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી પરંતુ યુવાન મળી ન આવતા ભારે જહેમત બાદ સોમવારે બપોરના ૩ વાગ્યે યુવાનનો મળતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાન મોરબીના ત્રાજપર ગામે રહેતો અરવિંદ ઉર્ફે ગટુભાઈ મનસુખ વનારિયા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…