પરિવાર જનોમાં અરેરાટી
વાંકાનેર: હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે
લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી યુવાનો મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને
આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કુંભારપરા વિસ્તારનો રહેવાસી અસલમ હારુનભાઈ તરિયા
(૨૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ જાંબુડીયા ગામ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા
વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને શરીરે ઇજાઓ થઇ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની
સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની
કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી