બસમાં બેસવા જતા ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દીધી
બગડુ (જૂનાગઢ) ની મહિલાનો પગ કાપવો પડયો
વાંકાનેર: પુલ દરવાજા બસ સ્ટેશન ખાતે દંપતી બસમાં ચડવા જતા બસ ચાલકે અચાનક બસ ચાલુ કરી લેતા મહિલા પડી જતા ડાબો પગ બસના આગળના વિલમાં આવી જતા સંપુર્ણ ચીપાઇ ગયાનો બનાવ બન્યો છે….
જાણવા મળ્યા મુજબ બગડુ ગામ બસ સ્ટેશન સામે તા.જી જુનાગઢના રહેવાસીએ ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયા (ઉ.વ.૭૩) ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ મારાગામ બગડુથી વાંકાનેર ખાતે રહેતા મારા સાળા જમનભાઈ દાવરીયાના ઘરે હુ તથા
મારા પત્નિ વિજયાબેન આંટો મારવા ગયેલ હતા અને વાંકાનેરના પુલદરવાજા ખાતે સાત વાગ્યાની આસપાસ એસ.ટી. બસ રજીસ્ટ્રેશન નંબર-GJ-18-Z-9705 વાળીમાં બેસવા પ્રથમ મારા પત્નિ વિજયાબેન ચડવા જતા હતા તે દરમયાન બસના ડ્રાઇવરે અચાનક બેદરકારીથી
ચાલુ કરી લેતા મારા પત્ની બસના દરવાજા પાસે પડી ગયેલ અને બસની કંડકટર બાજુનુ આગલુ વિલ તેના ડાબા પગ ઉપર ફરી વળતા પગ લોહી લુહાણ થઈ ગયેલ અને ઘુટીથી નીચેનો પગનો ભાગ સંપુર્ણ ચીપાઇ ગયેલ હતો. ત્યા આજુ બાજુમાંથી ભેગા થઈ ગયેલ માણસોએ
બસના વીલ પાસેથી ખેસવી ૧૦૮ માં પ્રથમ સારવાર માટે વાંકાનેર સરકારી દવાખાને અને પછી વધારે સારવાર માટે જુનાગઢ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લાવેલ, જ્યાં તાત્કાલીક ઓપરેશન કરેલ છે અને તેના ગોઠણથી નીચેના પાંચ આંગળ જેટલો ભાગ મુકતા બીજો ભાગ કાપી નાખેલ છે, પોલીસ ખાતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…