સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી
હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી
વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪) નીચે મુજબ વાંકાનેર નગરપાલિકાએ રાખેલ હતી…(1) શ્રી નાગાબાવાજીનાં મેળાનું આયોજન સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ દિન-૫ માટે રાખવામાં આવેલ છે. (2) આ લોકમેળામાં આખા મેદાનનું સંચાલન નગરપાલિકાએ આપેલ સ્કેચ મુજબ કરવાનું રહેશે. (3) શ્રી નાગાબાવાજીનાં મેળાનું મેદાન જાહેર હરરાજી રૂ|………. /- ની કિંમતથી સોંપવામાં આવેલ છે. (4) મેળાની હરરાજી પેટેની રકમ ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની રહેશે. તેમજ ૫૦% ચેકથી રકમ દિન-૩ માં (5) સંચાલકે મેળાનો લે-આઉટ પ્લાન બનાવી નગરપાલિકા પાસે મંજુર કરાવવાનો રહેશે જેમા મેળાની એન્ટ્રી પાસે ર(બે) પ્લોટ ર૦X૨૦ નાં નગરપાલિકા માટે અનામત રાખવાનાં રહેશે. અને મેદાનની કુલ જગ્યાની ૬૦% જગ્યાનો જ વપરાશ કરવાનો રહેશે અને તે મુજબનું જ પ્લોટીંગ કરવાનું રહેશે. (6) મેળાનાં મેદાનમાં કોઈ પણ જાતની ગંદકી થાય કે રોગચાળો ફાટી નીકળે તેવી કોઈ પણ વ્યવસ્થા કરવાની નથી. તેમ છતા જો આવુ ધ્યાન પર આવશે તો આવી વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. (7) મેળામાં તમામ સરકારશ્રીના નિયમો મુજબ જે કાઈ લાઈસન્સ તેમજ પરવાનગી લેવાની થતી હોય તે સંચાલકે અથવા પ્લોટ રાખનારે લેવાની રહેશે. આ અંગેની સંપૂર્ણ જવાબદારી સંચાલકની રહેશે. (8) મેળામાં ફજત, ચકડોળ, રેકડી, કેબીન કે મંડપ વિગેરેથી કોઈ અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવાની રહેશે. આમ છતા જો કોઈ અકસ્માત સર્જાશે તો તમામ જવાબદારી સંચાલકની રહેશે. (9) ભેળ-સેળ ધારા અંગે કે કાયદાને આધિન રહી ચેકીંગ થશે અને કશુરવાર થશે તો તેની જવાબદારી સ્ટોલ ધારકની રહેશે.
(10) આરોગ્ય અંગે નગરપાલિકાના નિતી-નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનાં રહેશે. (11) હરરાજીની રકમ અરજદાર નં.૧ ભરપાઈ ન કરી શકે તો આપો આપ ક્રમ નં.ર ને ભરપાઈ કરવાની જાણ કરી રકમ ભરપાઈ કર્યે મેળાનું તમામ સંચાલન તેઓશ્રીને સોંપવામાં આવશે. (12) મેળાનાં મેદાનનું સંચાલન જે અરજદારને સોંપવામાં આવે તેઓશ્રીને સરકારશ્રીની તમામ પ્રકારની મંજુરી મેળવી લેવાની રહેશે. તેમજ ટેમ્પરરી વિજ જોડાણ લેવાનું રહેશે મંડપ સર્વિસ વિગેરે વ્યવસ્થા સંચાલકે કરવાની રહેશે. (13) મેળાની તારીખમાં તેમજ કોઈપણ જાતની કાર્યવાહીમાં ફેરફાર કરવાનો હુકમ નીચે સહી કરનાર અધિકારીને રહેશે. તે માટે કોઈપણ જાતનો વાંધો ચાલશે નહી અને તે નિર્ણય આખરી નિર્ણય રહેશે. (14) મેળા દરમ્યાન કોઈ પણ પ્રકારનો વાદ-વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગેનો આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે. અને તે નિર્ણય સંચાલકને બંધનકર્તા ગણાશે. (15) નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. (16) ફાયર સેફટીનાં નોમ્સ મુજબ તકેદારી માટે ફાયર સેફટી અંગેની વ્યવસ્થા સંચાલકે કરવાની રહેશે. (17) મેળામાં નાની રાઈડસનાં રૂા.૩૫/- મોટી રાઈડસના રૂા.૪૫/- મુજબ રાઈડસની કિંમત વસુલ કરવાની રહેશે. જો વધારે કિંમત વસુલાતા જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમજ સંચાલન રદ કરવા પાત્ર થશે. (18) મેળામાં સ્ટોલ રાખનારે એમ.આર.પી. થી વધારે કિંમત વસુલ ન કરે તે બાબતની તકેદારી રાખવાની જવાબદારી સંચાલકની રહેશે.
(19) મેળાની રાઈડસ નું ફીટનેશ સર્ટીફીકેટ રજુ થયા બાદ જ આગળની અન્ય મંજુરીઓ આપવામાં આવશે. (20) મેળાની હરરાજીમાં જી.એસ.ટી. સર્ટીફીકેટ રજુ કરશે તેવા આસામીઓને જ હરરાજીમાં ભાગ લેવા દેવામાં આવશે. (21) ટીકીટનો વ્યાજબી દર નકકી કર્યા બાદ જ તમામ રાઈડસ ઉપયોગ કરી શકાશે. (22) ટીકીટના નક્કી કરેલ દર ઉપર સરકારશ્રીનાં નિતી નિયમો મુજબ મનોરંજન જે તે ડીપાર્ટમેન્ટને ચૂકવવાનો રહેશે. (23) મેળામાં જવા-આવવાનાં રસ્તાની બન્ને સાઈડો પર પ્લોટીંગ/ પાથરણા વાળાને સંચાલક દવારા મંજુરી આપવા કે ભાડુ વસુલ કરવા નહી. જો તેમ કરવામાં આવશે તો ડીપોઝીટ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવશે. (24) નગરપાલિકા દ્વારા જે પ્લાન મંજુર કરવામાં આવે તે જ પ્લાન મુજબ પ્લોટીંગ કરવાનું રહેશે. (25) સંચાલકે હરરાજીની રકમ ઉપર સ્ટેમ્પ ડયુટી લગત ડીપાર્ટમેન્ટ ને ભરપાઈ કરવાની રહેશે ત્યારબાદ મેળાનું સંચાલન સોંપવામાં આવશે. (26) પી.જી.વી.સી.એલ. કચેરીની પૂર્વ મંજુરી મેળવી મેળામાં જરૂરીયાત મુજબ ટેમ્પરરી વિજ કનેકશન સંચાલકે લેવાનું રહેશે. (27) પોલીસ ઓફિસરશ્રી સુચના મુજબ મેળાના મેદાનમાં સી.સી.ટી.વી. કેમેરા નાખવાના રહેશે. (28) મેળાનાં સંચાલન અંગે કોઈ નવી શરતો ઉમેરવાની/રદ કરવાની કે ફેરબદલ કરવાની સત્તા મુખ્ય અધિકારીને અબાધીત રહેશે જે સંચાલકે માન્ય રાખવાની રહેશે….શરતો મુખ્ય અધિકારી વાંકાનેર નગરપાલિકાએ કરેલ છે….