વાંકાનેર તાલુકા પંચાયતમાં પટ્ટાવાળા કમ ડ્રાઈવર : સાચું હોય તો શરમજનક
આજકાલ નોકરી મેળવવી કેટલી અઘરી છે એ સૌ કોઈ જાણે છે, ત્યારે વાંકાનેરમાં તાલુકા પંચાયતના પટ્ટાવાળાએ જ દીકરાને તાલુકા વિકાસની ગાડી ચલાવવા કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરીએ રાખ્યા બાદ પોતેજ ગાડી ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી કે રાજકીય વગ હોઈ એક વ્યક્તિ બે જગ્યાએ ફરજ બજાવી રહ્યાની જાણ સંબંધિતોને હોવા છતાં આજ દિવસ સુધી કોઈ બોલ્યા નહીં એ પણ ચર્ચાસ્પદ છે. હવે જોવાનું રહ્યું કે કહેવાતી ડબ્બ્લ નોકરી કરવા બાબતે શું પગલાં લેવામાં આવે છે.