કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નગમાના DNA તેના કાકા સાથે મેચ કરાશે

નગમાએ લગ્નનું દબાણ કર્યું તો પ્રેમિકાના ટુકડા કરી નાખ્યા
જેમાં એક હાથ ગુમ હતો

અમદાવાદ: લોકોને તાંત્રિક વિધિના નામે પ્રભાવમાં લાવીને ઝેરી પીણું પીવડાવી મોતને ઘાટ ઉતારતા તાંત્રિક નવલસિંહ ચાવડાનું પણ મોત થયું છે. તેના મોત બાદ પણ તેના કારનામાં સામે આવી રહ્યા છે. તેણે 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે પૈકી નગમા નામની યુવતીની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી જમીનમાં દાટી દીધા હતા, જેને પોલીસે ખોદી કાઢ્યા હતા….

હવે આ મૃતદેહ નગમાનો જ છે તેની સાબિતિ માટે તેના DNA નગમાના સગા કાકા સાથે મેચ કરવામાં આવશે. આ ઉપરાંત નવલસિંહની કારમાં મળી આવેલી ચિઠ્ઠી અને તેના મોબાઇલની કોલ ડિટેઇલ ઘણા ભેદ ઉકેલશે. પોલીસને નગમાના પિતા કાદરભાઇ આરબ પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટ અને તાંત્રિકની કારમાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટના લખાણમાં સામ્યતા જોવા મળી છે…

તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે, નગમાના ગુમ થવા છતાં તેના પિતા કાદરભાઇએ તાંત્રિકના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. કેમ કે, નવલસિંહે નગમા તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાનું તેમને જણાવ્યું હતું. જોકે, નગમાની હત્યાની વિગતો નવલસિંહે જ પોલીસ સમક્ષ કબૂલાતમાં આપી હતી. સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. કે. ધુળિયાએ જણાવ્યું કે, નવલસિંહના કોલ ડિટેઇલ રેકોર્ડની તપાસ ચાલી રહી છે. જેમાં તે કોના-કોના સપર્કમાં હતો અને તેના આધારે અન્ય ગુનાની વિગતો મળવાની શક્યતા છે. સાથે સાથે આ અંગે પોલીસ કેટલીક અન્ય દિશામાં પણ તપાસ કરી રહી છે….

મીડિયા અહેવાલો મુજબ નગ્માને નવલસિંહ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નગ્મા લગ્ન કરવા માટે દબાણ કરતી હોવાથી નવલસિંહે નગ્માને વઢવાણ તેના ઘરે બોલાવી હતી. તેની હત્યા કરી દીધી હતી. બાદમાં તેના મૃતદેહના ટુકડા કરીને બેગમાં ભરી વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે મૃતદેહને દાટી દીધો હતો. પોલીસને જાણ થતાં પોલીસે એસડીએમની હાજરીમાં ખોદકામ કરીને કેટલાક અવશેષો શોધી કાઢ્યા હતા, જેમાં એક હાથ ગુમ હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!