લોકઅપમાં પુરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ
રાજકોટ: તાલુકાના ખોરાણા ગામે નણંદ – ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધું હતું અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ હાલ બંને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં માતા – સાસુ સામે આક્ષેપ કરાયા છે.


મળેલ માહિતી મુજબ, ગઈકાલે સાંજે 5 વાગ્યાં આસપાસ કુવાડવા તાબેના ખોરાણા ગામે વિરમગામ રહેતા નણંદ મનિષા વિજય ચાવડા (ઉંમર વર્ષ 35) અને તેમના રહે. અમદાવાદ રહેતા ભાભી વંદના સુનિલ સોલંકી (ઉંમર વર્ષ 32) એ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને પ્રથમ કુવાડવા આરોગ્ય કેન્દ્ર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બંનેએ આક્ષેપ કર્યો છે કે,


ખોરાણામાં રહેતા નંદાબેન ઉમેશભાઈ સોલંકી (ઉંમર વર્ષ 60) ત્રાસ આપે છે. મનિષા નંદાબેનની પુત્રી છે. જ્યારે વંદના પુત્રવધુ છે.
ખોટી રીતે કેસમાં ફીટ કરાવવાની અને લોકઅપમાં પુરાવી દેવાની ધમકીઓ આપતા હોવાથી નણંદ અને ભોજાઈએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ બંને સારવારમાં છે. પોલીસે બનાવની હકીકત જાણવા આગળની તપાસ હાથ ધરી છે…
