પોલીસનો જાહેર જનતા જોગ સિરપ અંગે સંદેશ
તસવીરમાં દેખાતી સિરપનું વેચાણ તમારા વિસ્તારમાં થતું હોય તો પોલીસને કરો જાણ
આપણે અવારનવાર સિરપ અંગેના સમાચાર વાંચીયે છીએ. વાંકાનેરમાં જો આવી નશીલી સિરપ વેચાતી હોય તો તાત્કાલિક પોલીસ ખાતાને જાણ કરો. રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પાનના ગલ્લાઓ, કરિયાણાની દુકાનોમાં આયુર્વેદિક સિરપનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. યુવાધન પણ આ પ્રકારની નશીલી સિરપનું સેવન કરી રહ્યાં છે. તાજેતરમાં નડિયાદમાં આવી સિરપ પીવાથી યુવકોના મોત નીપજતાં ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે અને રાજ્યમાં ઠેર-ઠેર દરોડા પાડીને નશાકારક સિરપનો જથ્થો ઝડપી રહ્યાં છે.
બીજી તરફ પોલીસ દ્વારા પણ સોશિયલ મીડિયામાં સિરપની બોટલનો ફોટો મુકીને જાહેર જનતા જોગ સંદેશ આપવામાં આવ્યો છે.
પોલીસનો જાહેર જનતા જોગ સંદેશ
પોલીસ દ્વારા જાહેર જનતા જોગ એક સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે, ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપનું સેવન કરવાથી 6 જેટલા યુવકોના શંકાસ્પદ મોત નીપજ્યાં છે. જેથી આપની આસપાસના વિસ્તારમાં પણ જો આ પ્રકારની આયુર્વેદિક સિરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે જાણ કરવી.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નંબર (02828) 220556 અને તાલુકા પોલીસ સ્ટેશનના નંબર (02828) 220665 છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો