રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ જેરામ પટેલના પુત્રની સંડોવણી મામલે પૂછવામાં આવ્યું તો નરેશ પટેલે બોલવાનું ટાળ્યું હતું.
બોગસ ટોલનાકા કેસ મામલે ચૂપ્પી ! વાંકાનેરમાં ઝડપાયેલા નકલી ટોલનાકા મામલે ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ જેરામ પટેલના પુત્રનું નામ ખુલ્યું છે. આ બાબતે જ્યારે નરેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ” આજે એક ઉમદા હેતુ માટે આપણે અહીં એકત્રીત થયા છીએ તો વિષયની બહાર આપણે ન જઈએ ” એમ કહેતા આ મામલે બોલવાનું ટાળ્યું હતું.