કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીવંદન ઉત્સવ

આજે અરૂણોદય સોસાયટી વાંકાનેર ખાતે ઉજવણી

વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા. ૧ ઓગસ્ટના રોજ “મહિલા સુરક્ષા દિવસ” સમય ૪.૦૦ થી ૫.૦૦ કલાકે અરૂણોદય સોસાયટી વાંકાનેર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.

આ ઉજવણીમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ.વિભાગ, જિલ્લા ઉદ્યોગ વિભાગ, જિલ્લા રોજગાર અને તાલીમ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ સહીતના જિલ્લાના વિવિધ વિભાગો સહભાગી થશે.
આ ઉજવણીમાં મહિલાઓ તથા યુવતીઓને ઉત્સાહભેર અને બહોળા પ્રમાણમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!