હાઇવે પર હરીપર ગામથી આગળ બનેલો બનાવ
ટંકારા: તાલુકાના નશીતપરનું દંપતી મોટર સાયકલ લઈને આટકોટ જવા નીકળેલ હતા ત્યારે હરીપર ગામથી આગળ આવેલ એચ.પી. પેટ્રોલ પંપ પાસે પહોંચતા એક કાર પાછળ ભટકાયેલ આથી બંનેને ઇજા થતા રાજકોટ દવાખાનામાં સારવારમાં છે….
જાણવા મળ્યા મુજબ નશીતપર ગામ પાસે આવેલ ધરતી સ્પીનીંગ મીલની ઓરડીમાં (તા.ટંકારા) રહેતા રાજેન્દ્રભાઇ બધાભાઇ દાફડા (ઉ.વ.૫૭) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ સવારના હું તથા મારી પત્ની જ્યોતી બંને જણા
TVS કંપનીનુ રેડીઓન મોટર સાયકલ રજી.નં.GJ-03-MJ-0946 લઈને આટકોટ જવા નીકળેલ હતા અને હરીપર ગામથી આગળ આવેલ એચ.પી. પેટ્રોલ પંપ પાસે પહોંચતા મારૂતી કંપનીની અર્ટીગા કાર રજી.નં.GJ-10-DJ-4999 કાર પૂરઝડપે અમારી પાછળ ભટકાયેલ અને મને તથા મારી પત્નીને રોડની સાઈડમાં પાડી દીધેલ. અમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં મોરબી સરકારી દવાખાને લઈ ગયેલ, ડોક્ટર સાહેબે
મને લીવરના ભાગે ઈજા થયેલનુ જણાવેલ હતુ અને વધુ સારવાર માટે મારો દીકરો દીલીપ રાજકોટ સરકારી હોસ્પિટલે લઈ આવેલ હતો અને મારી પત્નીને પણ અકસ્માતમાં ઈજા થતા ડાબી સાઈડના કેડના ભાગે ફેક્ચર થયેલ હોય જેથી તેને પણ અહીં સારવારમા દાખલ કરેલ છે. કાર ચાલક સામે ધોરણસર ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….