તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું
વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને યાદ કરી દેશ પ્રત્યેના યોગદાનની સમજ આપી ત્યારબાદ 





તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું શાળાના આશરે 500 વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સંસ્કૃતિ વિદ્યાલયથી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ગુલશન પાર્ક પૂલ પાસેથી સર્વિસ રોડ પર પસાર થઈ હાઇવેના જકાતનાકા તરફથી દરેક વિદ્યાર્થીએ તિરંગા સાથે રેલીમાં આઝાદીના સુત્રોચાર કરી રાષ્ટ્રીય પર્વની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી….


