કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

પ્રદર્શન નિહાળવા ગામલોકોએ પણ શાળાની મુલાકાત લીધી

વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તારીખ ૨૮/૦૨/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત વિજ્ઞાનના પ્રયોગોના સાધનો અને વૈજ્ઞાનિકોની તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિજ્ઞાનના પ્રયોગો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા ગામલોકોએ પણ શાળાની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં દીઘલિયા ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા અને એસ.એમ.સી. અધ્યક્ષ ઝાપડા પાર્વતીબેન અલ્પેશભાઈ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા, સતીશકુમાર સરડવા અને તૌસિફભાઈ બાવરાએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. શિક્ષક નરેન્દ્રભાઇ કાલરિયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શિક્ષક સતીશકુમાર સરડવાએ વિજ્ઞાનના પ્રયોગો અને સાધનસામગ્રી વિશે માહિતી આપી હતી. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ વિજ્ઞાનનું મહત્ત્વ જણાવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!