વાંકાનેરના નવાપરા જીઆઇડીસીમાંથી ડબલ સવારી બાઈક નંબર જીજે 3 ઇજે 5962 માંથી પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ તથા 20000 ની કિંમતનું બાઇક આમ કુલ મળીને 20375 ના મુદ્દામાલ સાથે અશોક ભરતભાઈ ગોરીયા કોળી (21) રહે. પંચાસર રોડ, મહાદેવના મંદિરની બાજુમાં, વાંકાનેર તથા બાબુ ઉર્ફે જુગો પ્રેમજીભાઈ નગવાડીયા કોળી (24) રહે. નવાપરા, ખડી વિસ્તાર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.
દેશી દારૂનો આથો
વાંકાનેર વીરપર ગામે રહેતા બેચર દેકાવાડિયાના ઘરમાંથી 400 લીટર આથો મળી આવ્યો હતો, જેથી પોલીસે 800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, આરોપી હાજર ન હોવાથી બેચર અજુભાઈ દેકાવાડિયા કોળી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.