આજે બપોરે મહાપ્રસાદનું આયોજન: ભક્તોને દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ
વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામના ગેલ માતાના મંદિર ખાતે આજથી ૧૮માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.





આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા ધમલપર મુકામે ગેલ માતાજીના મંદિરે આજે રાત્રે ૮:૦૦ કલાકે મેલડી માતાજી મંડળ, આવતીકાલ વૈશાખ સુદ ૧૫ ને શુક્રવારને તા.૦૫-૫-૨૦૨૩ સવારે ૭:૩૦ કલાકે નવ ચંડી સ્થાપન /પુજન, સવારે ૧૦:૦૦ કલાકે માતાજીનો અભિષેક / પુજન, બપોરે ૧૦:૧૫ કલાકે દાદાની સમાધી જા૨વાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે
જે બાદ બપોરે ૧:૦૦ કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યમાં ભુવા પરસોતમભાઇ વેરશીભાઇ બાવરવા, કરના ભુવા રાકેશ પરસોતમભાઇ બાવરવા, યજ્ઞમાં સાતડે બેસનાર લાલાભાઇ અરજણભાઇ બાવરવા, ગામના આગેવાન ઉકાભાઇ ગલાભાઇ અબાસાણીયા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભક્તોએ દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.