કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવજીવન સોસાયટીની યુવતીએ થીનર પી લીધું

વાંકાનેર: નવજીવન સોસાયટીમાં રહેતી એક યુવતીએ કારખાનામાં સુપરવાઈઝરે ઠપકો દેતા થીનર પી લીધું છે…

જાણવા મળ્યા મુજબ મોરબીના રાજકોટ રોડ ઉપર આવેલ ઓરપેટ કારખાનામાં કામ કરતી યુવતીને સુપરવાઇઝર દ્વારા અવારનવાર ઠપકા દેવામાં આવતા હોવાથી તેને લાગી આવતા તે યુવતીએ કારખાનામાં થીનર પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે…

વાંકાનેરમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતી ઇશીતાબેન કિશનભાઇ ચૌહાણ (18) નામની યુવતીએ થીનર પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ સદભાવના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇશીતાબેન ચૌહાણ કારખાનામાં કામ કરતા હતા ત્યારે ત્યાં કામ કરતા રાજેશભાઈ નામના સુપરવાઇઝર દ્વારા તેને અવારનવાર ઠપકો દેવામાં આવતો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે પોતે પોતાની જાતે થીનર પી લીધું હતું જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!