વાંકાનેર: તાલુકાના તીથવા (કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે…
વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં સમસ્ત પંચ દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા: 17 ને શુક્રવારે (આજે) તીથવા(કુબા) વિસ્તારમાં આવેલ શ્રી સીમાડા વાળા મેલડી મા તથા ચામુંડા માતાજીના મંદિરે માંડવો યોજાશે. આ માંડવામાં સવારે 9:00 વાગ્યે થાંભલી રોપણ, બપોરે 12:00 વાગ્યે મહાપ્રસાદ, સાંજે 4:00 વાગ્યે માતાજીનું ફુલેકુ, સાંજે 6:45 વાગ્યે આરતી અને ત્યાર બાદ સાંજે 7:00 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. આ માંડવામાં રાવળદેવ હરેશભાઈ પનારા, ટંકારા સાઉન્ડ સિસ્ટમના સથવારે રમઝટ બોલાવશે અને આ માંડવાનું ચામુંડા વિઝન દ્વારા લાઈવ વીડિયો પ્રસારણ કરવામાં આવશે તા: 18 ના રોજ સવારે 9:15 વાગ્યે થાંભલી વધાવવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે….