વાંકાનેર : આગામી તારીખ 27 મે ને મંગળવારના રોજ વાંકાનેરના વીસીપરા ખાતે ચામુંડા માતાજી તથા મેલડી માતાજીનો નવરંગો માંડવો
યોજાશે…
રમેશભાઈ કાનજીભાઈ સેટાણીયા તથા વિજયભાઈ શામજીભાઈ સેટાણીયા સહ સેટાણીયા પરિવાર દ્વારા આ નવરંગો માંડવો યોજાશે. જેમાં 27 મેએ સવારે 7 કલાકે માંડવો રોપવામાં આવશે. ત્યારબાદ શુભ ચોખડિયે નવચંડી યજ્ઞ શરૂ થશે. સાંજે 4 કલાકે માતાજીનું સામૈયું થશે. સાંજે 6-30 કલાકે પ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 8-30 કલાકે ડાક ડમરુનું આયોજન કરાયું છે. જેમાં ડાક ડમરુના કલાકાર બાબુભાઈ દલવાડીયા ઉપસ્થિત રહેશે. 28 મેના રોજ સવારે 8 કલાકે માંડવો વધાવવાનું મુહૂર્ત છે…