કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જીનપરામાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ

જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા આયોજન

વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંકાનેરનું આ ગરબી મંડળ કાકાના ગરબી મંડળથી પ્રખ્યાત છે. છેલ્લા 17 વર્ષથી અહીં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં કોઈ પાસે ફંડ લેવામાં આવતું નથી. આ ગરબી મંડળમાં 8 થી 13 વર્ષની બાળાઓને ગરબી રમાડવામાં આવે છે તેમજ દરરોજ દરેક બાળાઓને વિવિધ જાતની પ્રસાદી ઉપરાંત લ્હાણી આપવામાં આવે છે. આ રીતે બાળાઓને ગરબે રમાડી માતાજીની આરાધના કરી નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરે છે. તેમ ગરબી મંડળના સંચાલક કિશોરભાઈ ભુપતભાઈ બારોટે જણાવ્યું હતું.

 

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!