માટેલ રોડ પરથી એકી બેકીનો જુગાર રમતા પકડાયા
વાંકાનેર: તાલુકાના નવા વઘાસીયાના એક શખ્સની મોરબી તાલુકાના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરીની ફરિયાદ નોંધાઈ તેની ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે ત્રણ ચોરાઉ બાઈકની સાથે ધરપકડ કરેલ છે અને આરોપીને હાલમાં મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે…
જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ ગોકુલનગર સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ નિમાવત (ઉ.વ.34) એ તેના ઘર પાસે પોતાનું બાઈક નંબર જીજે 3 સીબી 1760 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયેલ હતી તેવી જ રીતે રફાળેશ્વર ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ જાની (ઉ.વ. 44)એ તેના ઘર પાસે બાઈક નંબર જીજે 3 એપી 2781 પાર્ક કરીને મૂક્યું હતું. જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી
કરવામાં આવી હતી જે બંને ફરિયાદ નોંધાઈ તેની ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે રફાળેશ્વર પાસેથી નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસે રહેલ બાઇક ચોરી કરીને મેળવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપી અશોક ગાંડુભાઈ ઉઘરેજા (ઉ.વ. 35) રહે. નવા વઘાસિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મકનસર અને રફાળેશ્વર ગામેથી ચોરી થયેલ બે બાઇક ઉપરાંત કુલ ત્રણ ચોરાઉ બાઇક જેની કુલ કિંમત 65 હજારનો મુદામાલ કબજે કરેલ છે…માટેલ રોડ પરથી એકી બેકીનો જુગાર રમતા પકડાયા
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર દ્વારકાધીશ હોટલ પાસેથી પોલીસ ખાતાએ (1) અર્જુનભાઈ રાજુભાઇ સોલંકી (ઉ.વ.26) રહે. હુડકો ચોકડી, રાજકોટ અને (2) દશરથભાઇ તલાભાઇ સનોરા (ઉ.વ.26) રહે. સુરેલ, દસાડા પાટડી વાળાને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો નસીબ આધારીત જાહેરમાં જુગાર રમતા કુલ રોકડા રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડીને ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…