કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીનપરામાં ઘર પાસે ઉભેલા યુવાન પર પાડોશીનો હુમલો

વચ્ચે છોડાવવા પડેલા પરિવારજનોને પણ‌ માર પડ્યો, આરોપી વિરુદ્ધ ફરિયાદી નોંધાઇ

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાના ઘર પાસે સ્કુટી લઈને ઉભો હોય ત્યારે ત્યાં તેના પાડોશી પિતા-પુત્રએ આવી ‘ તને કોની હવા છે ? ‘ તેમ કહીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ રસિકપરા શેરી નં. 8 ખાતે રહેતા ફરિયાદી ચિરાગભાઈ રમેશભાઈ હેરમા(ઉ.વ. 39)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ભરતસિંહ બાબુભા ઝાલા અને અક્ષયરાજસિંહ ભરતસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગતરાત્રીના પોતાના ઘર પાસે સ્કુટી લઈને ઉભો હોય ત્યારે ત્યાં પાડોશમાં રહેતા આરોપી ભરતસિંહ તેનું બુલેટ લઈ આવી ‘ તને કોની હવા છે ? ‘ તેવું કહી જેમ ફાવે તેમ ગાળો આપતા યુવાને ગાળો બોલવાની ના પાડતા ભરતસિંહ ઝાલા ઉગ્ર બોલાચાલી કરતા યુવાનના પરિવારજનો ઘરની બહાર દોડી આવી બંનેને છૂટા પાડ્યા હતા.

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

જે બાદ આરોપી ભરતસિંહ તેના ઘરમાંથી ધોકો લઈ યુવાન પર હુમલો કરી માર માર્યો હતો, જે બાદ આરોપી ભરતસિંહનો દીકરો અક્ષયરાજસિંહ ઝાલા પણ તેના ઘરથી લોખંડનો પાઇપ લઈને યુવાન પર હુમલો કરતા ફરિયાદીના પિતા રમેશભાઈ હેરમા, માતા માલતીબેન હેરમા અને પત્ની રાધિકાબેન હેરમા છોડાવવા માટે વચ્ચે પડતાં બંને પિતા-પુત્રએ બધાને માર માર્યો હતો જેથી આ બનાવમાં યુવાને બંને પિતા-પુત્ર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!