રાજકોટ: વાંકાનેરમાં આરોગ્યનગરમાં રહેતાં એક યુવાનને છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ આરોગ્યનગરમાં રહેતાં જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૪) નામના યુવાન પર પડોશમાં જ રહેતાં
કરણ લોધા નામના શખ્સે હુમલો કરી છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે…
જયપાલસિંહ ઝાલા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેમના કહેવા મુજબ પોતે ઘર પાસે રાતે ઉભા હતાં ત્યારે પડોશમાં રહેતો કરણ ગાળાગાળી કરતો હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં વધુ ગાળો બોલી મારી સાથે ઝઘડો કર્યો હતો અને અચાનક છરીથી હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તૌફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે…