સામસામી ફરિયાદો
ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામમાં પાડોશી સાથે રસ્તા બાબતે ચાલતા વાંધા અંગે સામસામી બે ફરિયાદો થઇ છે.

જાણવા મળ્યા મુજબ હરબટીયાળી ગામના ફરિયાદી હરજીભાઈ પોપટભાઈ સંઘાણીએ લખાવ્યું છે કે ઝાંપા પાસે ચોકમાં પોતે ઉભા હતા, આ વખતે બાજુમાં રહેતા પોપટભાઈ ગોકળભાઈ ઢેઢી કે જેની સાથે રસ્તા બાબતે ઘણા સમયથી વાંધો ચાલતો હોય જે બાબતે રેવન્યુમાં અરજી આપેલ અને રેવન્યુવાળાએ આ

રસ્તા બાબતે સર્વે કરેલ જે પોપટભાઈને સારુ નહીં લાગતા બોલાચાલી કરવા લાગેલ અને ધમકી આપેલ કે હવે જો ગામમાં પગ મુકીશ તો જાનથી મારી નાખીશ આથી પોલીસ હેલ્પલાઈન ૧૦૦ માં ફોન કરેલ આ વાતચિતનું રેકોર્ડિંગ કરી લીધેલ હતુ
બીજી હરજીભાઈ પોપટભાઈ સંઘાણી સામેની ફરિયાદમાં હરબટીયાળીના પોપટભાઈ ગોકળભાઈ ઢેઢીએ લખાવ્યું છે કે પોતે ગામના ઝાંપા પાસે ચોકમાં

બાજુમા રહેતા ઉભા હતા, ત્યારે જેની સાથે ફરિયાદીને રસ્તા બાબતે ઘણા સમયથી વાધો ચાલતો હોય અને આજથી પાંચેક વર્ષ પહેલા તેઓના મકાન બનાવતી

વખતે મકાનના વંડાની દીવાલ ફરિયાદીએ તોડવા આપેલ હતી અને તે બાદ અવાર નવાર તેઓને દીવાલ ચણવાનુ કહેતા તે દીવાલ ચણી આપતા ન હતા અને

બોલાચાલી થયેલ અને જાનથી મારી નાખવાની ઘમકી આપેલ હતી અને આ વખતે ફરિયાદીનો ભત્રીજો મયુરભાઈ ત્યાંથી નીકળતા વચ્ચે પડી છુટા પડાવેલ હતા અને આ હરજીભાઈએ ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસ મદદ માંગેલ. ગામના આગેવાન દેવરાજભાઈ તથા ગણેશભાઈ તથા હસમુખભાઇ પણ સમાધાન માટે આવેલ હતા
દારૂ સાથે:
ટંકારા લતીપર રોડ હીરો હોન્ડા શો રમ પાછળથી રાજેશ ભનુભાઇ ચાડમીયા અને વીરવાવના વીરભદ્રસિંહ મનહરસિંહ જાડેજા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
લજાઇના સંજય ચીકાભાઈ કુકડીયા અને ટંકારા મોરબી નાકા બહાર રહેતા સંજય હીરાભાઈ વિકાણી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

