કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવી શરતની ખેતીની જમીનમાં બિનખેતી કરાવી શકાય

જમીનની તબદીલી થયેલ ન હોવાથી ગણોતધારાની કલમ-43 નો ભંગ થયેલ ગણાય નહીં

અમદાવાદ: ખેતીની જમીનનો ઉપયોગ બિનખેતી વિષયક હેતુ માટે કરવો હોય યાને કોઈએ ખેતીની જમીનમાં બાંધકામ કરવું હોય અગર ખેતી સિવાયના હેતુ માટે ઉપયોગ કરવો હોય તો તે અંગે સરકારશ્રીની પરવાનગી લેવા સંબંધી મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ-1879 ની કલમ-65-(1), 65(2) વગેરેમાં જોગવાઈઓ કરવામાં આવેલી છે.

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023
તેમજ ગણોતધારાની જોગવાઈઓ હેઠળની એવી કોઈ ખેતીની જમીન જે કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના અને રાજ્ય સરકાર કરે તેવી પ્રીમિયમની રકમની રાજ્ય સરકારને ચુકવણી કર્યા વિના વેચાણ, બક્ષિસ, વિનિમય, ગીરો, પટ્ટા અથવા નામફેર (એસાઈમેન્ટ)થી તબદીલ કરી ન શકાય તેવી અથવા તબદીલ કરવા માટે લખાણ કરી શકે નહીં અને કલેક્ટરની પૂર્વ મંજુરી વિના આવી કોઈ જમીનમાં યા તેમાં રહેલા હિત સંબંધના ભાગલા પાડી શકાય નહીં તેવી જમીનો નવી શરતની જમીન તરીકે ઓળખાવી શકાય. નવી શરતની જમીનો માટે ગણોતધારા કલમ-43 મુજબની જમીન, અવિભાજ્ય સત્તા પ્રકાર, બિનતબદીલ પાત્ર સત્તા પ્રકાર, પ્રતિબંધિત સત્તા પ્રકાર વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.


ઉપરોકત તમામ હકીકતો હોવા છતાં નામદાર ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલે એક કેસમાં નવી શરતની ખેતીની જમીનમાં બિનખેતી વિષયક યાને બિનખેતીનું કૃત્ય કરવામાં આવેલું અને તે સંદર્ભે સરકારશ્રી તરફથી ગણોતધારાની કલમોના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી, પરંતુ નામદાર ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલે તેવી શરત ભંગની કાર્યવાહીઓ રદ કરી ઠરાવેલ કે નવી શરતની ખેતીની જમીનમાં બિનખેતીનું કૃત્ય કરવાથી ગણોતધારાની કલમો મુજબ કોઈ શરત ભંગ થયેલ ગણાય નહીં. અને તે અંગે શરતભંગની કાર્યવાહી થઈ શકે નહીં.


ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલે વાઘરી વાડીલાલ ભાઈજીભાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજાઓ, રિવિઝન એપ્લિકેશન નંબર : TEN/BA/449/1987 અમદાવાદના કેસમાં પ્રસ્થાપિત કરવામાં આવેલો. આ કેસની ટૂંકમાં સમજૂતી આપ સૌ સમક્ષ રજૂ કરેલ છે.


આ કેસની હકીકત એવી છે કે, મોજે સાણંદના સર્વે નં.1545 વાળી જમીન રિવિઝન અરજીના અરજદાર અને જમીનના માલિક વાઘરી વાડીલાલ ભાઈજીભાઈ ગણોતધારાની કલમ-43 ના નિયંત્રણોને આધીન ધારણ કરતા હતા. યાને આ જમીન તેઓ નવી શરતના નિયંત્રણો હેઠળની જમીન તરીકે ધારણ કરતા હતા. પરંતુ તેઓએ આ ખેતીની જમીનમાં ખેતી કામ છોડીને તેમાં ઇંટ ભઠ્ઠીનું કામ શરૂ કરેલું અને તે રીતે આ જમીનમાં તેઓ બિનખેતીનું કૃત્ય કરવા લાગેલા અને તે અંગે તેઓએ કોઈપણ સરકારી અધિકારીશ્રીની કોઈપણ પ્રકારની પરવાનગી પણ મેળવેલી ન હતી. આથી તે બાબત મામલતદારશ્રીના ધ્યાને આવતા મહેરબાન મામલતદારશ્રી કૃષિપંચ સાહેબે આ ખેતીની નવી શરતની જમીનમાં સરકારશ્રીના પરવાનગી વિના બિનખેતીનાં કૃત્ય બદલ ગણોતધારાની કલમ-84(સી) હેઠળ કાર્યવાહી કરવા સંબંધે અરજદાર વિરુદ્ધ નોટિસ કાઢેલી. અને મહેરબાન મામલતદાર કૃષિપંચ સાહેબે તા.16/08/1985 ના રોજ આખરી હુકમ કરી આ જમીન સરકાર હસ્તક દાખલ કરવા જણાવેલ. વધુમાં ગણોતધારાની કલમ-84(સી) મુજબ થયેલા આ હુકમની સાથે સાથે તે સમયે આ જમીન અંગે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ-1879 ની કલમ-32 (આર) મુજબ પણ હુકમ ફરમાવેલો. ત્યારબાદ મહેરબાન મામલતદાર કૃષિપંચ સાહેબના હુકમથી નારાજ થઈ અરજદારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સમક્ષ અપીલ દાખલ કરેલી. પરંતુ મહેરબાન ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ અરજદારની અપીલ નામંજૂર કરેલ અને ગણોતધારાની કલમ-84(સી) મુજબ થયેલ હુકમને કાયમ રાખેલો.


આથી અરજદાર મહેરબાન ડેપ્યુટી કલેક્ટર સાહેબના આ હુકમથી વ્યથિત થઈ છેવટે ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલ સમક્ષ આ રિવિઝન અરજી દાખલ કરેલી. જેમાં અરજદાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી કે, આ જમીન અંગે મહેરબાન મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ એમ બંને કોર્ટોએ ગણોતધારાની કલમ-84(સી) મુજબ લીધેલ પગલાં ગેરકાયદેસર છે. કારણ કે ગણોતધારાની કલમ-43 હેઠળ નિયંત્રિત સત્તા પ્રકાર વાળી નવી શરતની જમીનમાં બિનખેતી વિષયક બાંધકામ અંગેનું કૃત્ય થયેલ હોય તો તે માટે ગણોત ધારાની કલમ-84(સી) હેઠળ પગલા લઈ શકાય નહીં. કોઈ જમીન અંગે ગણોતધારાની કલમ-84(સી) મુજબ કાર્યવાહી માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે એ જમીન નવી શરતની જમીન હોય અને તેથી તેવી જમીન અંગે કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી વિના વેચાણ, ગીરો, બક્ષિસ, વિનિમય, પટ્ટો અથવા નામફેર (એસાઈમેન્ટ) થી અથવા કોઈ લખાણથી તબદીલ કરેલ હોય, જ્યારે આ કિસ્સામાં જમીનની તબદીલી થયેલ ન હોવાથી ગણોતધારાની કલમ-43 નો ભંગ થયેલ ગણાય નહીં. તેથી આ જમીન અંગે ગણોતધારાની કલમ-84(સી) મુજબની કાર્યવાહી કાયદા મુજબ થઈ શકે જ નહીં. તેથી અરજદારે મહેરબાન મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એમ બંને નીચલી કોર્ટોને હુકમો તાત્કાલિક અસરથી રદ કરવા અરજ કરેલી. અને તે અંગે અરજદારે અન્ય એક કેસ જે નામદાર ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલ સમક્ષ રિવિઝન અરજી નંબર TEN/BA/449/1987, તા.21/10/1988 ના કેસ ઉપર આધાર રાખેલો. અને અરજદારે વધુમાં જણાવેલ કે અમારા કિસ્સામાં અમારી જમીનની કોઈ તબદીલી યા સંપાદન થયેલ ન હોવાથી ગણોતધારાની કલમ-84(સી) હેઠળ અમારી જમીન અંગે કાર્યવાહી થઈ શકે નહીં. અને ગણોતધારાની કલમ-84(સી) અમારા કિસ્સામાં લાગુ પડતી નથી. અને મહેરબાન મામલતદાર સાહેબે અમારી જમીન અંગે ગણોતધારાની કલમ-84(સી) ની કાર્યવાહી શરૂ કરીને (લાગુ પાડીને) ગંભીર કાયદાકીય ભૂલ આચરેલી છે. તેમજ ગણોતધારાની કલમ-32 આર માં ગણોતધારાની 84(સી)ની જોગવાઈ અનુસાર જમીનનો નિકાલ કરવાની જોગવાઈ છે. અને આ કિસ્સામાં કલમ-32 (આર) મુજબ પણ કલમ-84(સી)ની જોગવાઈ અનુસાર ખેડૂતને દૂર કરી શકાય નહીં. જ્યારે આ કેસમાં સરકારશ્રી તરફથી એવી રજૂઆત કરવામાં આવેલ કે, ગણોતધારાની કલમ-32 (આર) મુજબ પહેલેથી જ કલેક્ટરશ્રી દ્વારા હુકમ થઈ ગયેલ છે અને તે હુકમ સામે અરજદારે કોઈ અપીલ કે રિવિઝન દાખલ કરેલ નથી. તેથી ગણોતધારાની કલમ-84(સી) હેઠળ બંને નીચલી કોર્ટોએ કરેલ હુકમો કાયમ રાખવા જોઈએ.

બંને પક્ષકારોની તમામ રજૂઆતો ધ્યાને લઈ નામદાર ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલે નીચે મુજબના તારણ ઉપર આવી ઠરાવેલ કે, ગણોતધારાની કલમ-32 (આર) ખૂબ જ સ્પષ્ટ છે કે ગણોતિયો જમીન ખરીદે પછી તેના ઉપર તે જમીન જાતે ખેડવાની જવાબદારી છે. જો ગણોતિયો જમીનનો ખરીદનાર બની ખરીદી કર્યા પછી જમીન જાતે ન ખેડે તો તેની તે ચૂક કલેક્ટરશ્રી વાજબી કારણોસર માફ ન કરે તો તેને તે જમીન ઉપરથી દૂર કરી જમીનનો નિકાલ કલમ-84(સી) મુજબ કરી દેવાય.


તેમજ ગણોતધારાની કલમ-84(સી) હેઠળ જે જમીનની તબદીલી અથવા સંપાદન ગેરકાયદેસર હોય માત્ર તે સંબંધમાં જ નિર્ણય કરવા અંગેની કાર્યવાહી થઈ શકે. એ વાત પણ એટલી જ ખરી છે કે, ગણોતધારાની કલમ-43 હેઠળ ધારણ કરાતી જમીનોમાં વિના પરવાનગીએ એન.એ. (બિનખેતી) અંગેનું કૃત્ય થાય તો તેવા કૃત્યમાં કયાંય પણ તબદીલી યા સંપાદન થયેલું ગણાય નહીં. યાને આવા કૃત્યમાં તબદીલી યા સંપાદનનો સમાવેશ થતો નથી. તેવું નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ તેઓ સમક્ષ ચાલેલા કેસ શનાભાઈ ધુલાભાઈ ચાવડા વિરુદ્ધ ધી કલેક્ટર, ખેડા સ્પે.સી.એપ્લિકેશન નં.6365/1984 ના કેસમાં પણ નામદાર કોર્ટે ઠરાવેલ છે. આથી આ કિસ્સામાં પણ નવી શરતની જમીનમાં વિના પરવાનગીએ થયેલ બિનખેતીના કૃત્ય વિરુદ્ધ ગણોતધારાની કલમ-84(સી) મુજબની કાર્યવાહી કરી શકાય નહીં. અને આથી બંને નીચલી કોર્ટોએ કરેલા હુકમો રદ કરતો હુકમ નામદાર ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલ દ્વારા કરવામાં આવેલ. અને અરજદારની રિવિઝન અરજી મંજૂર કરવામાં આવેલી.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!