વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે વાસુદેવસિંહ ઝાલા અને ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ભાડજા
વાંકાનેર : વાંકાનેર ભારતીય કિસાન સંઘની તાલુકા કક્ષાની કાર્યકારણી બેઠકનું આયોજન માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ટંકારા તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન મિતાણા આર્ય પેલેશ હોટલ ખાતે કરવામાં આવ્યું હતું…
જેમાં ભારતીય કિસાન સંઘ ગાંધીનગરથી પ્રદેશ કારોબારીના સદસ્ય ભીખાભાઈ પટેલ અને મોરબી જિલ્લા ટિમના પ્રતિનિધિ જીલેશભાઈ કાલરીયા, બાબુલાલ સીણોજીયા, નાથાલાલા ઢેઢી, ઉસ્માનભાઈ સેરસિયા, હુસેનભાઈ સેરસિયા દ્વારા ભારતીય કિસાન સંઘ વાંકાનેર અને ટંકારા તાલુકા ટીમની વરણી કરવામાં આવી હતી…
વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે વાસુદેવસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે નુરમામદભાઈ બરીયા, નુરમામદભાઈ ખોરાજીયા તેમજ મંત્રી તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જીલેશભાઈએ ખેડૂતને પડતી મુશ્કેલીની વિસ્તૃત ચર્ચા કરીને ખેડૂતને માહિતગાર કર્યા હતા અને ખેડૂતોનું સંગઠન મજબૂત કરવાની હાકલ કરી હતી…
ટંકારા તાલુકા સંગઠનના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ભાડજા, ઉપપ્રમુખ તરીકે મનસુખભાઈ દેત્રોજા, ચેતનભાઈ ઢેઢી (ભોજી ), મંત્રી તરીકે ઝાલા હરદેવસિંહ રણજીતસિંહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી…