વાંકાનેર પાલિકાના આગામી પ્રમુખ બક્ષી પંચ મહિલા હશે
ગાંધીનગર: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં રાજ્યની 150 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે આગામી 10 ટર્મનું રોટેશન દર્શાવવામાં આવ્યું છે.
રાજયની કુલ 150 નગરપાલિકાનું રોટેશન લિસ્ટ ડેપ્યુટી સેક્રેટરી મનીષ સી. શાહના નામથી પ્રસિદ્ધ થયેલ જાહેરનામામાં વાંકાનેરનો ક્રમ 96 મો છે અને વાંકાનેર માટેના રોટેશન પોઇન્ટ નીચે મુજબ છે. જે પહેલી ટર્મ માટે બક્ષી પંચ મહિલા માટે અનામત હોવાનું જણાવે છે.
જયારે ટંકારા માટેનો ક્રમ 150 મો છે અને ટંકારા માટેના રોટેશન પોઇન્ટ નીચે મુજબ છે. જે પહેલી ટર્મ માટે બક્ષી પંચ માટે અનામત હોવાનું જણાવે છે.