વાંકાનેર: રાતાવીરડા રોડ પર સુરાપુરાની જગ્યા પાછળ ખરાબામાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ પોલીસ ખાતાએ ઝડપી પાડેલ છે.
જાણવા મળ્યા મુજબ રાતાવીરડા રોડ પર સીરોન્જા સીરામીકની બાજુમાં આવેલ સુરાપુરાની જગ્યા પાછળ ટોર્ચલાઈટના અજવાળે ખરાબામાં ચેક કરતા
બાવળની કાંટની આડશમાંથી એક પ્લાસ્ટિકનું બાચકું મળી આવેલ, જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો આઠ હતી, જેની દેખરેખ કરતા
જીતુભાઈ ચોથાભાઈ ભવાણીયા (ઉ.વ.૨૩) રહે. રાતાવીરડા વાળો પોલીસ સ્ટાફને હાજર મળી આવેલ. આ બાબતે પોલીસે પુછપરછ કરતા પોતે તથા પોતાના
મિત્ર ચોથાભાઈ ખીમાભાઇ કુણપરા રહે. રાતાવીરડા જથ્થો અહીં છુપાવેલ હોવાનું જણાવેલ. આથી બોટલો નંગ આઠ રૂપિયા 2720 ના મુદામાલ ઝડપી
આગળની કાર્યવાહી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરીશચન્દ્રસિંહ અજમલસિંહ ઝાલા, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા તથા વિજયભાઈ ડાંગર, લોકરક્ષક અજયસિંહ ઝાલાએ શરુ કરી છે.
સર્પ આકારે:
ગાયત્રી મંદિર પાસે મફતિયાપરામાં રહેતા સુરેશભાઈ ઉર્ફે કાળુભાઇ વશરામભાઇ ગર (ચારણ) ચંદ્રપુરના નાલા પાસે ડબ્બલ સવારીમાં સ્પ્લેન્ડર નશો કરેલી હાલતમાં સર્પ આકારે ચલાવતા કાર્યવાહી, સાયકલ કબ્જે
દારૂ સાથે:
પંચાસિયાના કીર્તન ઉર્ફે મુન્નો મનસુખભાઇ કોંઢીયા અદેપર રોડ પવનસુત પેપર મિલ સામેના ખરાબામાં 25 દેશી દારૂની કોથળી સાથે પકડાયો
પીધેલ:
ભાટિયા સોસાયટી શારદા સ્કૂલવાળી શેરીમાં રહેતા મનોજભાઈ ભીખૂદાસ બાવાજી પીધેલ પકડાયા