કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર રેલવેનું નવું ટાઈમ ટેબલ અમલી

102 ટ્રેનો 5 મિનિટથી લઇ 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે

95 ટ્રેનો વહેલી દોડશે: 5 મિનિટથી 1 કલાક 39 મિનિટ વહેલા પહોંચાડશે
બિલાસપુર ટ્રેનનો કાલથી, નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો બુધવારથી પ્રારંભ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી (આજથી) નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.

આ વખતે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 47 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે અને ઓપરેશનલ કારણોસર 11 ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચાવશે. આ સમયગાળા દરમિયાન, રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 95 ટ્રેનોનો વહેલા કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 1 કલાક 39 મિનિટ સુધી વહેલા પહોંચશે.

તેવી જ રીતે, 102 ટ્રેનોના સમય મોડા કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે. ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ ડિવિઝનના અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.

102 ટ્રેનો 5 મિનિટથી લઇ 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે

રેલવે વિભાગ દ્વારા અપાયેલ માહિતી મુજબ પૂના-વેરાવળ એક્સપ્રેસ 27 મિનિટ, સોમનાથ એક્સપ્રેસ 1:13 મિનિટ, કવીગુરૂ એક્સપ્રેસ 1:13 મિનિટ, ગોરખપુર-ઓખા 30 મિનિટ, દિલ્હી સરાય રોકેલ્લા 35 મિનિટ, હાપા દુરંતો એક્સપ્રેસ 26 મિનિટ, હાપા-મુંબઇ 20 મિનિટ ઝડપથી ચાલશે. રાજકોટ રેલવે સ્ટેશન પર ઉતરાંચલ એક્સપ્રેસ 42 મિનિટ, દિલ્હી રોહિલ્લા 25 મિનિટ, મુંબઇ-હાપા દુરંતો 1 કલાક, પૂણે વેરાવળ 18 મિનિટ, દ્વારકા એક્સપ્રેસ 28 મિનિટ, ગોરખપુર-ઓખા 22 મિનિટ, વિવેક એક્સપ્રેસ 18 મિનિટ વહેલી ઉપડશે.

જ્યારે વેરાવળ ત્રિવેન્દ્રપુરમ્ સેન્ટ્રલ એક્સપ્રેસ 36 મિનિટ, વેરાવળ-પૂના 50 મિનિટ, જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ 29 મિનિટ, ઓખા-પુરી 25 મિનિટ, હાપા બીલાસપુર 25 મિનિટ મોડી આવશે.

બિલાસપુર ટ્રેનનો આજથી, નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો બુધવારથી પ્રારંભ

મુસાફરોને ટ્રેનમાં વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો આનંદ અપાવવા પશ્ર્ચિમ રેલવેએ હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનમાં પરંપરાગત રેકની જગ્યાએ નવા એલએચબી રેકથી બદલવાનો નિર્ણય કરાયો છે. આજે હાપા સ્ટેશન પર સાંજ 6:15 કલાકે હાપા-બિલાસપુર એક્સપ્રેસને સાંસદ પૂનમબેન માડમ ફ્લેગ ઓફ કરી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવાશે.

હાપાથી આજે અને બિલાસપુરથી 2 ઓક્ટોબરથી હાપા-બિલાસપુર ટ્રેન દોડશે. તેવી જ રીતે 4 ઓક્ટોબરથી ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેન ઓખાથી અને 5 ઓક્ટોબરથી નાથદ્વારાથી દોડશે. આ બંને ટ્રેનોમાં કુલ 22 કોચ હશે. જેમાં 1 ફર્સ્ટ એસી, 2 સેક્ધડ એસી, 6 થર્ડ એસી, 8 સેક્ધડ સ્લીપર, 3 જનરલ, 1 લગેજવાન અને 1 જનરેટર વેન કોચનો સમાવેશ કરાયો છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!