ફરિયાદીનો લગ્ન પ્રસંગમાં ઘોડો ભાડે આપવાનો ધંધો
વાંકાનેર: મીતાણા ડેમ પાસે આવેલ વાડીમાં રહેતા એક શખ્સને રાત્રીના સુતા હતા ત્યારે ત્રણ અજાણ્યા માણસોએ માર માર્યાની ફરિયાદ કરી છે…
જાણવા મળ્યા મુજબ અમિતભાઈ રહીમભાઇ ઠેબા ઉ.વ.૩૦ રહેવાસી મીતાણા ડેમ ૧ પાસે આવેલ વાડીમાં આવેલ ઘરે, હાકડીયા પીરની દરગાહ પાસે, ગામ મિતાણા તા.ટંકારા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે હું ખેતીકામ કરુ છુ આ ઉપરાંત ઘોડો રાખી આજુબાજુના ગામોમા લગ્ન પ્રસંગમા મારો ઘોડો ભાડે આપી ધંધો વ્યવસાય કરૂ છું ગઈ તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના એક વાગ્યાની આસપાસ મારા મીતાણા ડેમ ૧ પાસે વાડીમાં આવેલ ઘરની આગળ આવેલ ખુલ્લા કમ્પાઉંડમાં એક ખાટલામાં હુ સુઇ ગયેલ ત્યાર બાદ રાત્રીના અચાનક કોઇ મને શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ જેથી મે મારી આખો ખોલી જોતાં ત્રણ અજાણ્યા માણસો હતા જેઓ
મને પકડીને માર મારી રહેલ હતા જેથી હુ જોર જોરથી બુમો પાડવા લાગેલ અને મારી બાજુની પથારીમાં સુતેલ મારી પત્ની પણ બુમાબુમ કરવા લાગેલ અને ત્યાર બાદ હુ બળ કરીને ઉભો થઈ જતા મને માથામાં કોઇ લોખંડની વસ્તુથી મારવા લાગેલ અને હું ગેટ તરફ દોડીને ગયેલ અને આ માણસો મારી પાછળ આવતાં મે ગેટ પાસે બાંધેલ મારો કુતરો છોડતાં મારો કુતરો તેઓની પાછળ પડતાં તેઓ ત્રણેય કમ્પાઉંડની દિવાલ કુદી ભાગી ગયેલ અને અવાજ સાંભળી મારા કુટુંબીભાઇ લતીફભાઇ અબ્દુલભાઇ ઠેબા તથા બીજા માણસો આવી ગયેલ મને માથામાં ઇજા થયેલ હોય ખાનગી વાહનમાં રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ. માર મારનાર બાબતે તપાસ કરવા છતાં જાણવા મળેલ નથી. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધેલ છે….