માટેલ રોડ પર પોલીસ કાર્યવાહી
વાંકાનેર: તાલુકા પો.સ્ટે. ના ઢુવા ચોકી વિસ્તારમાં માટેલ રોડ અમરધામ પાસે એક શખ્સને રાત્રીના અંધારામાં લપાતો છુપાતો આજુબાજુમાં આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવેલ છે….

જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકી વિસ્તારમાં માટેલ રોડ અમરધામ પાસે પુજા કટલેરી સ્ટોર નામની દુકાન પાસે દિલિપભાઇ કાંતીલાલભાઇ મહેતા જાતે. બ્રાહમણ (ઉવ.૩૭) રહે. અમરધામ પાસે માટેલ તા.વાંકાનેર મુળ રહે.સુદામડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો લપાતો છુપાતો રોડની સાઇડમાં આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા પોલીસ ખાતાએ મજકુર ઇસમ પાસે જઈ તેને

રોકી લાઇટના અજવાળે લઇ જઇ મજકુરને રાત્રીના પોતાની હાજરી બાબતે પુછતા ગલ્લા તલ્લા કરી- ફર્યું ફર્યુ બોલતો હોય કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય તેમજ સાચુ નામ જણાવતો ન હોતો, ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
