એક મહિલા સામેલ
વાંકાનેર: નવાપરા હનુમાન મંદિર પાછળ આવેલ જાહેર બજારમાં અને વેલનાથપરા તથા હસનપર રામચોકમાં પોલીસે ત્રણ દરોડા પાડી એક મહિલા સહીત નવ આરોપીઓને જુગાર રમતા પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા હનુમાન મંદિર પાછળ આવેલ જાહેર બજારમાં આરોપીઓ તથા મહીલા તેમજ નાસી ગયેલ આરોપીએ જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૯૦૦/-સાથે નીચે મુજબના આરોપીઓ મળી આવેલ છે….
(1) પ્રદીપભાઈ રઘુભાઈ સરાવાડીયા (ઉ.20) રહે.રેલ્વે સ્ટેશન ગાડાઉન પાછળ વીશીપરા (2) રાહુલભાઇ હમીરભાઇ ગાંભા (ઉ.22) રહે.નવાપરા રામજી મંદીર વાળી શેરી (3) જોષનાબેન જેન્તીભાઈ છનાભાઇ (ઉ.40) રહે.નવાપરા ખડીપરા બરફના કારખાના પાછળ અને (4) કાનાભાઈ શીવાભાઈ કોળી રહે.નવાપરા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે એક આરોપી ફરાર થયો છે
બીજો પોલીસ દરોડો વેલનાથપરા, વાંકાનેર સ્ટ્રીટ લાઈટના અજવાળે રોકડા રૂ.૨૫૧૦/-સાથે મળી આવતા ગુન્હો નોંધાયો છે જેમાં આરોપી તરીકે (1)ભરતભાઈ દેવસીભાઈ દેલવાડીયા (ઉ.42) રહે.વેલનાથપરા, વાંકાનેર અને (2) વિમલભાઇ જીતુભાઈ સોલંકી (ઉ. 20) રહે.આરોગ્યનગર ગાયત્રી ચોક પાસે, વાંકાનેર પકડેલ છે….
ત્રીજો દરોડો હસનપર રામચોકમાં રોકડા રૂ.14600//-સાથે નીચે મુજબના આરોપીઓ મળી આવેલ છે….
(1) નરેશભાઈ વહાણભાઈ કટવાણા (ઉ.29) રહે.હસનપર બી.પી.એલ.વિસ્તાર (2) જીતેશભાઈ વિનુભાઇ સારલા (ઉ.28) રહે.હસનપર બી.પી.એલ.વિસ્તાર અને (3) હર્ષદ છગનભાઈ સુસા (ઉ.35) રહે.હસનપર મેલડી માતાજી મંદિર પાસેવાળાને પકડેલ છે….

