કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બિનખેતી પરવાનગીમાં હવે બાંધકામની સમય મર્યાદા દૂર

ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ ન થાય તો શરતભંગ નહીં ગણાય: સરકારનો મહત્વનો નિર્ણય

હવેથી ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરાઈ

ગાંધીનગર તા.16 :રાજયનાં ખેડુતો પોતાની માલીકીની જમીનને બિનખેતી રૂપાંતર માટે અરજી કરે ત્યારે તેના બિનખેતી પરવાનગીનાં હુકમમાં જમીન મહેસૂલ નિયમ અન્વયે છેલ્લા ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે તે મુજબની શરત રાખવામાં આવતી હતી. જો તેમ ન કરાય તો શરતભંગની કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ હવેથી સરકારે બાંધકામની સમય મર્યાદાની શરત દુર કરવાનું નકકી કર્યું છે.

શરતભંગનાં કેસો ચલાવતી સમયે બિનખેતી પરવાનગીનાં હુકમમાં બાંધકામની સમયમર્યાદા બાબતનાં કેસોને શરતભંગ ન ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજય વિધાનસભા ગૃહમાં મહેસુલ વિભાગનું રૂા.5140 કરોડનું બજેટ રજુ કરાયું હતું. જે ચર્ચાને અંતે મંજુર કરાયું હતું.

મુખ્યમંત્રી હસ્તકના આ વિભાગની ચર્ચાનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારનાં મોબાઈલ નેટવર્ક કનેકટીવીટી વિહોણા 543 ગામોમાં મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા માટે સેલ્યુલર ઓપરેટરને મહતમ 200 ચો.મી.ની મર્યાદામાં સરકારી-ગામતળની જમીન 30 વર્ષનાં ભાડાપટ્ટે ફાળવાઈ છે. રાજયમાં રમત ગમત મેદાન અને સ્પોર્ટસ સંકુલ માટે જીલ્લા કક્ષાએ 15 થી 20 એકર, તાલુકા કક્ષાએ 3 થી 4 એકરમાં મેદાન માટે જમીન ફાળવવા અંગેના માપદંડો નિયત કરાયા છે. પેઢીનામું અગાઉ ફકત ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) માટે જ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ હતી. જેના બદલે હવેથી ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરાઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!