પત્રકારોમાં નારાજગી
વાંકાનેર : વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે નજીક ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરથ પાસે આવેલ જુના પડતર રોડ ઉપર બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ-૨૨૧૦ કી.રૂ.૩,૬૫,૩૩૫/- ની કીંમતનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો…
આ વેળાએ વાંકાનેર પ્રાંત એસ.એમ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, ઈન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી શાખા-રાજકોટ એસ.આર મોરી, સર્કલ પો.ઈન્સ વી.પી. ગોલ, પોલીસ ઈન્સ્પેક્ટર વાંકાનેર સીટી પો.સ્ટે પી.ડી. સોલંકી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાંકાનેર તાલુકા પો.સ્ટે એલ.એ.ભરગા તથા સ્થાનિક પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા…
પરંતુ આ કામગીરી વખતે સામાન્યતઃ પત્રકાર મિત્રોને હાજર રહેવા આમંત્રણ અપાય છે, જે આ વખતે નહોતું અપાયું. પોલીસ આવી કામગીરી પણ પત્રકારોથી છુપાવવા માંગે છે? એ સવાલ ઉઠે છે. આ બાબતે પત્રકારોમાં નારાજગી વ્યાપી છે.