વાંકાનેર વાસીઓને 2024માં પાલિકા તંત્ર બગીચાની ભેટ આપશે, જેમાં વોકિંગ ટ્રેક, જોકિંગ ટ્રેક, યોગાસન, મ્યુઝિકલ ફાઉન્ટન, બાળકો માટે રમત ગમતના સાધનો તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ સંપૂર્ણ ગાર્ડન લોકાભિમુખ કરવામાં આવશે. જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે જડેશ્વર રોડ પર નહેરુ ગાર્ડનનું ખાત મુહૂર્ત બે વર્ષ પહેલાં કરવામાં આવ્યા બાદ રાજકીય ઉથલ પાથલ થતાં બગીચાનું કામ બંધ થયું હતું અને પ્રજાજનોની બગીચો બનવાની આશા પર પાણી ફરી વળ્યુ હતું
પરંતુ હવે લાંબો સમય રાહ જોવી નહિ પડે હાલ ગાર્ડનનું કામ ફરી જોરશોરથી શરૂ થઈ ગયું છે. બગીચાના ખાત મુહૂર્ત સમયે પાલિક દ્વારા સાંપડેલી માહિતી મુજબ વાંકાનેરની જૂની પાલિકા કચેરી સામે નહેરુ ગાર્ડનનું નગરપાલિકા દ્વારા રૂ. 9.55 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. પરંતુ લગભગ બે વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે ત્યારે હજુ બગીચાની કામગીરી ચાલુ છે જેથી આગામી ૨૦૨૪ નાં વર્ષમાં પ્રજાજનોને પાલિકા બગીચાની ભેટ આપશે.