વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં નાની વાતમાં છરીથી હુમલો કરવાનો બનાવ બન્યો છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ભાટીયા સોસાયટીમાં રહેતા મયુરસિંહ ધર્મેદ્રસિંહ ઝાલાએ ફરિયાદ કરેલ છે કે આજથી ચાર પાંચ દીવસ પહેલા ફરિયાદીના મોટાભાઈ જીતેદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા તથા તેનો મિત્ર સંજયભાઈ રાણાભાઈ રાજગોર રહે. ભાટીયા સોસાયટી વાળા ગ્રીનચોક પાસે ભારત ટ્રાન્સપોર્ટ વાળી શેરી પાસે ફોર વ્હીલ કાર લઈને ઉભા હતા, ત્યારે ત્યાં ઈનાયત ઉર્ફે ઈલુ રહે. લક્ષ્મીપરા વાંકાનેર વાળો આવેલ અને કહેલ કે
‘તમે અહિયા મારા વિસ્તારમા કેમ આવો છો, આ અમારો વિસ્તાર છે’; તેમ વાત કરી કહેલ કે ‘તમારે અહીંયા આવવાનુ નહીં’ તેમ વાત કરતા ફરિયાદીના ભાઈ તથા તેના મિત્રે કહેલ કે ‘કેમ ના આવુ, આ ક્યા કોઈની જગ્યા છે?’ તેમ વાત કરતા તેની સાથે બોલાચાલી કરવા લાગેલ
જે બાબતની વાત ભાઈએ ફરિયાદીને કરતા ૨૪/૦૨/૨૦૨૪ ના રોજ રાત્રીના બાર સાડાબાર વાગ્યામા અરસામા સમાધાન માટે ઈનાયત ઉર્ફે ઈલુને ફોન કરી વાત કરેલ તો રૂબરૂ આવવાનું જણાવતા ફરિયાદી તથા તેમના મિત્ર ઓમદેવસિંહ કીરીટસિહ ઝાલા એક્ટીવામા લક્ષ્મીપરા જમાતખાના વાળી શેરીમાં ગયેલ
અમે ત્રણેય જણા વાત કરતા હતા ત્યા વાંકાનેરના અલાઊદીન સમા તેની સ્વીફ્ટ કાર રજી.નં ૦૦૯૩ વાળી લઈને ત્યાં આવેલ અને ગાડીમાથી ઉતરી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ, ત્યા વાત કરવા આવેલ ઈનાયત ઉર્ફે ઈલુએ પણ તેના નેફામાથી એક છરી કાઢી ઘા ફરિયાદીને ડાબી આંખની સાઈડના ખુણામા વાગેલ. દેકારો થતા ત્યા આજુબાજુના માણસો ભેગા થઈ ગયેલ,
જેથી તેઓ જેમ તેમ કરી ત્યાથી ભાગી ગયેલ અને ફરિયાદીને ડાબી આંખની સાઈડના ખુણામા છરીનો ઘા મારતા વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં ગયેલ અને ત્યાં બે ટાંકા લીધા હતા. આરોપી ઈનાયત ઉર્ફે ઈલુ રહે. લક્ષ્મીપરા વાંકાનેર અને અલાઊદીન સમા સામે ગુન્હો આઇપીસી કલમ 323/324/504/506 (2) 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે…
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) સમઢિયાળાના ભલાભાઈ પબાભાઈ સાદરીયા (2) ઢુવાના શૈલેષ બાબુભાઇ ભુરીયા (3) તીથવાના ભાનુબેન કાળુભાઇ અજુભાઈ જખાણીયા અને (4) ઢુવાના રતનબેન સોમાભાઈ માથાસુરીયા દેશી દારૃ સાથે પકડાયા છે
પીધેલ:
(1) હસનપર રેલવે ફાટકથી આગળ ગામમાં રહેતા દેવજી ભીખાભાઇ રાઠોડ અને (2) અમરસરના શામજી લાધાભાઇ ચાવડા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમના ભંગ:
વઘાસિયાના પ્રતીક સંજયભાઈ ગોસ્વામી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો