વાંકાનેર: આજ રોજ 31 મે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને કોઠી phc ના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર મેડમ દ્વારા 



માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમાકુના ખાવાથી થતા શારીરિક અને નાણાંકીય નુકશાન થતું હોય ત્યારે સમાજમાં એક સારા મેસજ મળે એ માટે સમાજમાં તમાકુ ન ખાવા અંગે પ્રા.આ કેન્દ્ર કોઠીના સબ સેન્ટર હોલમઢ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પી.આર ઝાલા અને એફ એચ ડબલ્યુ ગુલઝારૂનિશાબેન અને mphw વિશાલભાઈ તેમજ સ્ટાફ દ્વારા રેલી યોજાઈ અને તેના માટે શપથ લેવામાં આવેલ હતા..



