વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી ૩૧મી મે તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત પી.એચ.સી. તથા સબસેન્ટર ખાતે વિવિઘ જનજાગૃતીના કાર્યક્રમ રાખવામાં આવેલ.
૩૧મી મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને તાલુકામાં આવેલ આઠ પી.એચ.સી. તથા સબસેન્ટર ખાતે વિવિઘ તમાકુ મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં વાલીઓ તથા બાળકોને તમાકુના વ્યસનથી થતા શારીરિક/ માનસિક/ આથિક અસરો વિશે
માર્ગદર્શન આપવામાં આવેલ. ૩૦-૫-૨૦૨૪ ના રોજ આરોગ્ય કેન્દ્રો ખાતે તમાકુ મુક્તિના શપથ લેવડાવવાનો કાર્યક્રમ અને વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ચિત્ર હરીફાઇ, રેલી, રંગોળી બનાવી પ્રચાર પ્રસાર કરીને લોકોને તમાકુના સેવનથી થતા મોઢાના ગળાના તેમજ ધુમ્રપાન કરવાથી ફેફસાનું કેન્સર થાય છે અને
તમાકુથી શું નુકશાન થાય છે; તેના વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.
તમાકુના દૂષણથી થતા શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી. કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. એમ. એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને પી.એચ.સી.ના તમામ સુપરવાઇઝરો તથા તમામ આરોગ્ય કર્મચારીઓએ ૩૧ મે તમાકુ નીષેઘ દીવસ ઉજવણીમાં ભાગ લીઘેલ હતો