જાણો બ્રેકીંગ ન્યુઝ
તીવ્રતા થોડી ઘટી, કચ્છ પર ખતરો યથાવત્
અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપરજોયને લઈને મહત્ત્વનાં અપડેટ સામે આવ્યાં છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપરજોય વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર છે, જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાચીથી 270 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હેડલાઈન નીચે મુજબ છે.
હેડલાઈન;
વાંકાનેરમાં પવનની ગતિ વઘી
મોરબીમાં ભારે વરસાદ શરૂ
સુરેન્દ્રનગર નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું
વાવાઝોડાએ ખસવાની સ્પીડ પકડી: જરૂરી નંબર સેવ કરી લેજો
ત્રણ કલાકમાં 20 કિલોમીટર ગુજરાત તરફ આગળ વધ્યું
કચ્છમાં 17 જૂન સુધી શાળાઓ બંધ રહેશે
દરિયામાં 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે
વાવાઝોડા માટે: ટોલ ફ્રી નંબર: 18002666
વાવાઝોડાના સમાચાર વચ્ચે આશ્રય સ્થાનોમાં 510 બાળકોનો જન્મ થયો
ચોમાસુ તોફાની બનશે: અંબાલાલ કાકાએ આપ્યા મોટા સમાચાર