પોલીસની સેવાનો લાભ લોકોને સરળતાથી મળી રહે તેના માટે પોલીસ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા
મોરબી જીલ્લામાં લોકોની સુરક્ષા અને શાંતિ માટે પોલીસ સતત ખડેપગે રહે છે ત્યારે પોલીસની સેવાનો લાભ લોકોને સરળતાથી મળી રહે તેના માટે પોલીસ વિભાગ દ્વારા લોકોની સુવિધા માટે વિવિધ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે



ગુજરાતમાં પોલીસે લોકોની સુવિધા અને સલામતી માટે કેટલાક ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે તેની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોચે અને લોકો મુસીબતના સમયે તેનો લાભ લઈ શકે તે માટે પોલીસેના વિવિધ હેલ્પલાઇન કાર્યરત છે. જેનો સંપર્ક કરવાથી પોલીસ લોકોની મદદે આવી જશે. ઈમરજન્સીમાં ૧૧૨, મહિલાઓની સહાય માટે ૧૮૧, બાળકો માટે ૧૦૯૮, વરીષ્ઠ નાગરીકોની સેવા માટે ૧૪૫૬૭ ડ્રગ્સ અને નાર્કોટિક માટે ૧૯૦૮ અને સાયબર ક્રાઇમને લગતી કોઈ પણ સમસ્યામાં માટે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા માટે અનુરોધ કરાયો છે.