અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત
વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝામા પ્રથમ માળે દુકાન નંબર-૧૦૫ માં આવેલ રિલેક્ષ-૩૬ સ્પાના માલીક તથા સંચાલક સ્પા માં કામ કરતી
વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહીં કરાવવા અને સી.સી.ટી.વી. કેમેરા ચાલુ નહીં રાખતા કમલભાઈ ઉર્ફે રાજુ શીતલપ્રસાદ બોરાસી
જાતે.અનુ. જાતી ઉ.વ.૪૧ ધંધો-સ્પા સંચાલક રહે.રાજકોટ, પુનીતનગર-૨, શેરી નં-૪, ચામુંડા ઓટો ગેરેજ સામે, બજરંગવાડી,જામનગર રોડ, રાજકોટ વાળાએ
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામા નં.એમએજી-૨/સ્પા પાર્લર/જા.નામુ/વ૩૦૪/૨૦૨૪ તા.૦૨ /૦૫/૨૦૨૪ વાળાનુ પાલન કરેલ નથી. જેથી
આઈ.પી.સી.કલમ ૧૮૮ મુજબનો ભંગ કરેલ હોય જરૂરી નોટીસ આપી આ અંગે સમજ કરેલ છે. કાર્યવાહીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી.મોરબી મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયા, પોલીસ કોન્સ સામતભાઈ રાયધનભાઈ છુછીયા જોડાયા હતા.
અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં અનેક જગ્યાએ પતરા પણ ઉડયા હતા વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વેળાએ ગામના સિમ વિસ્તારમાં વીજળી પડવાથી મૈસૂરભાઈ હુકાભાઈના 7 જેટલા બકરાના મોત થયા છે. આ સાથે વાડી વિસ્તારમાં અમુક જગ્યાએ પતરા સહિતની વસ્તુઓ ઉડી ગઈ હતી. તેમ ગામના આગેવાન શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.