કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાણેકપર બોર્ડ પાસેના સ્પા ના માલિકને નોટિસ

સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવેલ નહીં

વાંકાનેર-મોરબી રોડ ઉપર રાણેકપરના બોર્ડ પાસે આવેલ હિમાલયા પ્લાઝા માં પ્રથમ માળે આવેલ સ્પર્શ સ્પા ના માલિકને કામ કરતી વર્કરના બાયોડેટા નહીં રાખવા બાબતે પોલીસ ખાતાએ નોટિસ આપી છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ ઉપરોક્ત સ્થળે આવેલ સ્પા ના રીસેપ્શન કાઉન્ટરે બેઠેલ માણસ કે જેનું નામ રવીન્દ્રભાઈ ઉર્ફે લાલો નવીનચંન્દ્રભાઈ સોલંકી જાતે. વાળંદ (ઉ.વ.૪૦) ધંધો-સ્પા સંચાલક રહે. વાંકાનેર, દરબારગઢ રોડ, સોનીશેરી વાળાને પોલીસ ખાતાએ પુછપરછ કરતા પોતે આ સ્પા નો માલીક હોવાનું અને આ સ્પર્શ સ્પા માં કામ કરતી વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવેલ હોવાનુ જણાવેલ. મજકુરને સદરહુ સ્પા ના સી.સી.ટી.વી. કેમેરાના રીકોડીંગ બાબતે પુછતા હાલે કેમેરા બંધ હાલતમાં હોવાનુ જણાવેલ હતું.


મજકુર ઈસમે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામા નં.એમએજી-૨/સ્પા પાર્લર/જા.નામુ/વશી ૨૦૨/૨૦૨૪ તા.૦૬/૦૨/૨૦૨૪ વાળાનુ પાલન કરેલ નથી. જેથી જાહેરનામામા જણાવ્યા મુજબ આઇ.પી.સી.કલમ ૧૮૮ મુજબનો ભંગ કરેલ અટક કરેલ નથી. આ કાર્યવહી પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયા, એસ.ઓ.જી.માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી પોલીસ કોન્સ સામતભાઈ રાયધનભાઈ છુછીયા, પો.કોન્સ માણસુરભાઈ દેવદાનભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!