વાંકાનેર તા. ૨૩ : વાંકાનેર તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના તમામ તલાટીઓને સરકાર દ્વારા નીમ થયેલ કબ્રસ્તાન તમામ મુસ્લિમ સમુદાય માટે સાર્વજનિક છે, તેવું જાહેરમાં વાંચી શકાય તેવા નોટીસ બોર્ડ ૧૦ દિ’ માં મૂકી આપવા સૂચના અપાઇ છે…
ઉપરોકત વિષયે ચંદ્રપુર ગામના અરજદાર અકબરભાઇ અબ્દુલભાઇ જુણેજા દ્વારા પ્રાંત અધિકારીશ્રી વાંકાનેરને કરેલ અરજી સંદર્ભે પત્ર મારફત અત્રે આગળની કાર્યવાહી માટે અરજદારશ્રીની અરજીમાં જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઘણા ગામોમાં સરકારશ્રી દ્વારા કબ્રસ્તાન માટે જમીન ફાળવવામાં આવેલ છે. ગામના આ કબ્રસ્તાનમાં અમુક સમુદાય દ્વારા અન્ય નાના મુસ્લિમ સમુદાયને ત્યાં દફનવીધી કરવા દેવામાં આવતી નથી…
સરકારશ્રી દ્વારા કબ્રસ્તાન નીમ કોઇ એક સમુદાય માટે નીમ કરવામાં આવતું નથી આ કબ્રસ્તાન સાર્વજનિક છે, માટે તેમાં કોઇ ચોકકસ મુસ્લીમ સમુદાયને દફનવીધી કરતા રોકી શકાય નહી. ઉપરોકત બાબતને ગંભીરતાથી લઇ ભવિષ્યમં આવો કોઇ બનાવ ન બને તે માટે ગામ લોકોને સમજુતી કરવા અને સરકારશ્રી દ્વારા સરકારી જમીનમાં (ખાનગી જમીન સિવાય) કબ્રસ્તાન માટે જમીન નીમ કરવામાં આવેલ છે, ત્યાંના મુખ્ય દરવાજા સામે આ કબ્રસ્તાન માટેની જમીન સરકારશ્રીએ ફાળવેલ હોવાથી તમામ મુસ્લિમ સમુદાય માટે સાર્વજનિક છે., એવું નોટીસ બોર્ડ દિવસ-૧૦ માં મુકવા સુચના અપાઈ છે…