કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે

વાંકાનેર: શહેરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાનાર રથયાત્રા વાંકાનેર શહેર વિસ્તારમાં ગ્રીનચોક ધર્મચોક, રસાલા રોડ, વાંઢા લીમડા ચોક ત્યાંથી જીનપરા જકાતનાકા મેઈન રોડ, જકાતનાકા હાઈવે તેમજ નેશનલ હાઇવે 27 પરથી વાંકાનેર મિલ પ્લોટ સુધી પસાર થનાર છે. વાંકાનેર શહેરના આ મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બહોળા પ્રમાણમાં રહેતી હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા.27-06-2025 ના રોજ મોરબી વાંકાનેર રાજકોટ તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે…

આ જાહેરનામા અનુસાર રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યૂથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યૂથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી વાંકીયા ગામ થઈને નેશનલ હાઇવે તરફ આવી જઈ શકશે.
મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઈ રાતીદેવરીથી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુનું સ્ટેચ્યૂથી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યૂથી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા, ટંકારા, જામનગર તરફ આવી જઈ શકશે.ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યૂથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યૂથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી જડેશ્વર રોડથી મોરબી તરફ આવી જઈ શકશે. ટંકારા લજાઇથી આવતા વાહનો જડેશ્વર રોડ થઈ મોરબી તરફ આવી જઈ શકશે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કૂલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!