ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારના પરિપત્ર અનુસાર, હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે.
(A) મહેસુલ વિભાગની સેવાઓ:
1. વારસાઈ પ્રમાણપત્ર આપવું
2. સોલવન્સી પ્રમાણપત્ર (દારપણા નો દાખલો)
3. અધિનિવાસ પ્રમાણપત્ર
4. દારૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા બાબત
5. ચારિત્ર્ય પ્રમાણપત્ર
6. લેન્ડ રેવન્યુ કોડની કલમ-73 એએ હેઠળની મંજુરી આપવા બાબત.
7. સરકારી ખાતાની જમીનની માંગણી
8. દારૂખાના વેચાણ/સંગ્રહ કરવા માટે પરવાનો મેળવવા બાબત
9. સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજો કરવા
10. લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૫ હેઠળની મંજૂરી બાબત (બિન ખેતી) શ્રમજૂરા ?
11. રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બેન્ક / એલ.આઈ.સી. /અન્ય નાણાંકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા જરૂરી “ના-
વાંધા પ્રમાણપત્ર” મેળવવા બાબત
12. રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની માંગણી બાબત
13. ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે
14. પરવાના તાજા કરવા અંગે
15. પરવાના સ્થળફેર-નામફેર, ઉમેરા અંગે
16. એક્સપ્લોઝીવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ આપવું
17. પેટ્રોલીયમ પેદાશોના પરવાના આપવા અંગે
18. પીટીશન રાઈટર પરવાનો તાજો કરવા
19. વ્યક્તિગત જમીનની માંગણી
20. ગ્રામ્ય વિસ્તાર-ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત
21. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી/અકુદરતી મૃત્યુ સહાય 22. સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે સોગંદનામું
23. ગ્રામ્ય વિસ્તાર-મહેસુલ માફીથી સંસ્થા/ટ્રસ્ટને જમીન આપવા બાબત
24. ખેડૂત હોવાનું પ્રમાણપત્ર
25. રાહતદરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબધ્ધ કરવા બાબત
26. ટ્રસ્ટ – રજીસ્ટર્ડ સંસ્થાની જમીનની માંગણી
27. સ્ટેમ્પ રીફન્ડ આપવા અંગે
28. સહકારી મંડળીની જમીનની માંગણી
29. જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ મંજૂરી
30. આહારગૃહ પ્રમાણપત્ર તાજુ કરાવવું.
31. ગ્રામ્ય વિસ્તાર- રહેણાંકના હેતુ માટે ગૃહનિર્માણ બોર્ડને જમીન આપવા
32. બિન- ખેતી થયેલ જમીનનાં હેતુફેર કરવા
મહેસુલ વિભાગ સંબંધિત 54 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 જેટલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવાના રહેશે.
33. સહકાર અધિનિયમ – 1961 અન્વયે સહકારી મંડળીની સામાન્ય સભા બોલાવવા બાબત
34. શહેરી વિસ્તાર – ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત
35. શહેરી વિસ્તાર- રહેણાંકના હેતુ માટે વ્યકિતગત – ગૃહ નિર્માણ મંડળી – ને જમીન આપવા બાબત
36. શહેરી વિસ્તાર – મહેસૂલ માફીથી સંસ્થા – ટ્રસ્ટને જમીન આપવા બાબત
37. સ્ટેમ્પ વેન્ડર લાઇસન્સ મેળવવા માટે અરજી
38. ખાનગી માલીકીની ઝાડ કાપવા મંજુરી
39. સ્મશાન, કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા માટે
40. જમીન મહેસૂલ સંહિતાની કલમ ૬૩ હેઠળ મંજૂરી
41. સોલ્વન્ટ પરવાના આપવા બાબત
42. રાવળા હક્કની જમીન કાયમી હક્કમાં તબદીલ કરવા
43. ગ્રામ્ય વિસ્તાર – માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત
44. શહેરી વિસ્તાર – સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત
45. ગ્રામ્ય વિસ્તાર – સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત
46. ગ્રામ્ય વિસ્તાર – સહકારી મંડળીઓને જમીન આપવા બાબત
47. છુટક/જથ્થાબંધ પરવાનો આપવા અંગે
48. ભાગીદારીખત આધારે નામ દાખલ કે કમી કરવા અંગે
49. પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત.
50. ખેતીની જમીન એકત્રિત કરવા બાબત
51. બીનખેતી શરતભંગ બદલ એન.ઓ.સી. આપવા
52. શાસ્ત્રી મેદાન ભાડે મળવા બાબત
53. છુટક/ જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (છુટક કે જથ્થાબંધ) પરવાના આપવા અંગે
54. બીનખેતી શરતભંગ બદલ એન.ઓ.સી. આપવા બાબત
(B) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સેવાઓ:
1. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર
2. નોન-ક્રિમી-લેયર અંગેનું પ્રમાણપત્ર (ગુજરાત સરકાર માટે)
3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર
4. આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર (આવક સાથે)
5. અન્ય પછાત વર્ગોનું જાતિ અંગેનું તથા નોન ક્રિમી-લેયર પ્રમાણપત્ર (ભારત સરકાર માટે)
6. જ્ઞાતિ (SC)નો દાખલો આપવા બાબત.
7. ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર
8. વિચરતી-વિમુક્ત જાતિ માટેનું પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામ્ય)
9. ભારત સરકારના જ્ઞાતિ (SC)નો દાખલો આપવા બાબત
10. નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના
11. ઈન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઈજ પેન્શન યોજના અને વયવંદના યોજના
12. રાષ્ટ્રીય કુટુંબ યોજના (સંકટ મોચન યોજના)
13. અંત્યેષ્ઠી સહાય
ઉપરોક્ત સેવાઓ પુરી પાડવા બદલ પ્રત્યેક સેવા માટે રૂ.૨૦/- વસુલ કરવામાં આવશે.
૩/- ઉપરોક્ત સેવાઓ ઈ-ગ્રામ કેન્દ્રથી નાગરિકોને મેળવવા માટે સુગમતા રહે તે માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે:
(૧) ઉપરોક્ત સેવાઓ મેળવવા માટે અરજદાર/નાગરિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રમાં અનુસરવાની કાર્યપ્રણાલી (Standard Operating Procedure) નક્કી કરવાની રહેશે.
(૨) ઉપરોક્ત સેવાઓ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે તબક્કાવાર ઉપલબ્ધ કરાવવાની રહેશે.
(3) આ સેવાઓ સારી રીતે આપી શકાય તે માટે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વી.સી.ઈ.)ને તાલીમ આપવાની રહેશે.
(૪) ઑફલાઈન મોડથી પ્રમાણપત્ર આપતી પ્રત્યેક કચેરીઓને સૂચના આપવાની રહેશે.
(૫) MIS રિપોર્ટની ઉપલબ્ધિ કરવાની રહેશે.
આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ઈ-ફાઈલ પર મહેસુલ વિભાગની તા.૨૫/૧૧/૨૦૨૪ની નોંધ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની તા.૦૪/૦૧/૨૦૨૫ની નોંધ ઉપર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે.