કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હવે હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી કરી શકાશે ઓનલાઇન

ગુજરાતીઓની મોટી તકલીફ દૂર: મહેસૂલ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, આ સેવા કરી નાખી ઓનલાઈન

ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી હવેથી ઓનલાઈન જ કરી શકાશે. આ નિર્ણય ના કારણે હવે વહીવટી પ્રક્રિયાને સરળ અને ઝડપથી નોંધ થઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે વિસ્તૃત વિગતો સાથે એક પરીપત્ર જાહેર કર્યો છે.જેને લઈને હવે અરજદારોને હવે મહત્વની ગણાતી આ અરજી માટે કચેરીના ધક્કા ખાવા બંધ થશે અને ઘેરબેઠા જ આ અરજી કરી શકાશે.

હક્કદાખલ ફેરફારની પ્રક્રિયા 

  • હક્કપત્રકને ફેરફાર રજીસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે મિલ્કત / જમીનમાં જે ફેરફાર થાય છે. ત્યારે આ પ્રક્રિયા અનુસરવાણી થતી હોય છે. જેમાં વેચાણ, તબદીલી, બક્ષીસ ગિરો વિગેરે પ્રસંગોએ હક્કપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે તે રીતે જ્યારે ખાતેદાર / મિલ્કતધારકનું મૃત્યુ થાય ત્યારે પણ જે કાનુની જોગવાઈ કરાઈ છે, તે પ્રમાણે ત્રણ મહિનાની અંદર ખાતેદારના મૃત્યુની જાણ મરણના દાખલા સાથે સબંધિત તલાટી / ઈ-ધરા મામલતદાર કચેરી કે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવી ફરજિયાત હોય છે. જો ત્રણ માસમાં આવી જાણ કરવામાં ન આવે તો દંડ પણ થતો હોય છે.

મહેસુલ વિભાગની આટલી સેવા ઓનલાઈન 

  • મિલ્કત નોંધણી માટે વેબ એપ્લીકેશન ‘Garvi’ના માધ્યમથી સબ રજીસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજ નોંધણી બાદ અરજદારને ડિજીટલી સાઇન્ડ પ્રમાણિત નકલની ઉપલબ્ધિ. 
  • નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ – પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા. 
  • ઇન્ડેક્ષ-૨ અને બોજા પ્રમાણપત્ર ઓનલાઇન ઘરે બેઠા મેળવવાની સુવિધા 
  • નોંધણી કરીને ૧ દિવસમાં જ દસ્તાવેજ પક્ષકારને પરત 
  • નોંધણી ફી / સર્ચ ફી / નકલ ફીને માત્ર ઓનલાઇન સ્વીકારવી 
  • ખેતી/સીટી સર્વેની મિલકતના દસ્તાવેજ નોંધણી બાદ ઓટો મ્યુટેશન 
  • ગુજરાતના ૧૧૭ જેટલા તાલુકાઓની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ યુઝર ફ્રેન્ડલી, ઝડપી અને માહિતીપૂર્ણ – દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લીકેશન ‘Garvi 2.0’ શરુ (Live) કરવામાં આવેલ છે. 
  • બોમ્બે મેરેજ એક્ટ હેઠળ તા.૩૧/૧૨/૨૦૦૭ સુધી નોંધાયેલ લગ્નના પ્રમાણપત્ર, ઈન્ડિયન ક્રિશ્ચન મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલ લગ્નના પ્રમાણપત્ર તથા સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલ લગ્નના પ્રમાણપત્ર ઘેર બેઠા મળે તેવી તથા લગ્ન નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન કરવાની કામગીરી. 
  • કલમ – ૩૧/કલમ – ૩૨ (ક)/ કલમ – ૫૩ (ક) અને ૫૩ (૧) ના કેસોની નોંધણી તથા અન્ય ઓનલાઈન કામગીરી 
  • દસ્તાવેજની પ્રમાણિત નકલ :- ૨૦૧૯ પહેલાનાં સ્થાવર મિલકતના દસ્તાવેજની પ્રમાણિત નકલ ઈ-સીલ તથા QR કોડ સાથે PDF સ્વરૂપમાં ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહે તેવી ઓનલાઈન વ્યવસ્થા. 
  • સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ(Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લીકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ કરાવામાં આવશે. 
  • ઇ-સ્ટેમ્પીંગ માટે ACC ની નિમણૂક માટેની મંજુરી ઓનલાઇન આપવી. ફીઝીકલ નોન જ્યુડિશ્યલ પેપરનું વેચાણ બંઘ 
  • ૪૫૬૬ કેન્દ્રો ખાતે નાગરિકોને ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટની સરળ ઉપલબ્ધી 
  • ફરજિયાત નોંઘણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી માટે ઇ-પેમેન્ટની સુવિધા. 
  • બેન્કો ખાતે લોન ધિરાણ માટે કરવામાં આવતા અનરજીસ્ટર્ડ દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ ડ્યુટી નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ લી. (Nesl) ના પ્લેટફોર્મ ઉપર ડીજીટલ ઈ-સ્ટેમ્પીંગ ડ્યુટીની સુવિધા 
  • ફ્રેન્કીંગ મશીનમાં ઓન લાઇન ફંડ લોડીંગ કરવું તથા પરવાના ઓનલાઇન આપવા. 
  • ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૧(દસ્તાવેજ કરતાં અગાઉ વાપરવાની સ્ટેમ્પ ડયુટી અંગે અભિપ્રાય મેળવવો), કલમ-૪૦(ઓછી ભરાયેલ સ્ટેમ્પ ડયુટી ભરવા તે થયા તારીખથી એક વર્ષમાં સામેથી ડયુટી ભરવા રજૂ કરવો), કલમ-૫૩(૧) (નાયબ કલેકટરના ડયુટી ભરવાના હુકમ સામે મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારીને અપીલ) અને કલમ ૫૩-ક (નાયબ કલેકટર ધ્વારા ઓછી ડયુટી લીધેલ હોય તો મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારી ધ્વારા રીવ્યૂ) અંગેના કેસોની કામગીરી ઓન લાઇન કરવા આયોજન છે.. 
  • ILMS થકી નામ. હાઇકોર્ટના કેસોનું મેપિંગ વિભાગ કક્ષાથી કરવામાં આવ્યું 
  • ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ)નો અધિનિયમ, ૨૦૨૦ હેઠળની અરજી પ્રક્રિયાને iORA પોર્ટલ પર તા. ૧૦/૦૪/૨૦૨૧થી અરજી પ્રક્રિયા ઓનલાઈન કરવામા આવી છે. 
  • લેન્ડ ગ્રેબિંગ હેઠળ આજ દિન સુધીમાં કુલ ૧૦૫૧૨ અરજીઓ મળેલ છે જે પૈકી ૭૨૬૩ અરજીઓ પર પ્રાથમિક તપાસ પૂર્ણ કરી ૫૬૭ એફ.આઈ.આર નોંધી, ૧૯૭૯ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. 
  • ગતિશક્તિ ગુજરાત અંતર્ગત પોર્ટલ ડેવલોપ કરી ખાનગી જમીન સંપાદન અંગેના જાહેરનામાની મંજુરી ઓનલાઇન કરવામાં આવી. 
  • આ પોર્ટલમાં હાલની સ્થિતીએ કૂલ-૧૦૫ દરખાસ્તો મળેલ છે. 
  • રેવન્યુ રેકર્ડની ઓનલાઇન ઉપલબ્ધી કોઇપણ વ્યકિત નિયત રેવન્યુ રેકર્ડની વિગત જાણી શકે તે પ્રકારનું ઓનલાઇન સોફટવેર Anyror 
  • ઓનલાઇન ફી ની ચુકવણી કરી e-Seal અને e-Sign વાળી QR code સાથેના ગામ નમુના નં.૬, ૭/૧૨ અને ૮-અ ની અધિકૃત નકલો ઓનલાઇન પ્રાપ્ત કરી શકાય છે 
  • તમામ ઇ-ધરા તેમજ ગ્રામ સુવિધા કેન્દ્ર પરથી સમાન પ્રકારની e-Seal અને e-Sign વાળી QR code વાળી નકલ ની સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવી. 
  • e-Seal અને e-Sign વાળી QR code વાળી કુલ નકલ: 1,46,19,286 ઉપલબ્ધ કરાવી 
  • eDhara – હાલે કોઇપણ હકક તબદીલી માટે આવશ્યક ગામ નમૂના નં.૬ ની નોંધ ઓનલાઇન તથા નોંધના નિર્ણય અનુસાર ૭/૧૨, ૮-અ જનરેટ થશે. અત્યાર સુધીમાં કુલ ૨,૦૮,૧૯,૯૨૨ ઓનલાઇન ફેરફારો (મ્યુટેશન) નોંધાયા છે અને ૨,૦૫,૧૭,૧૪૪ નોંધ નો નિકાલ કરવામાં આવેલ છે. 
  • ઓટો મ્યુટેશનની વ્યવસ્થા – બેન્ક દ્વારા બોજા દાખલ તથા બોજા મુકિત, વેચાણ દસ્તાવેજની સાથે જ ઓટો મ્યુટેશનથી નોંધ, કોઇ પણ હુકમ કરનાર સક્ષમ સત્તાધિકારી દ્વારા હુકમથી ઓટો મ્યુટેશનથી નોંધ પડશે. 
  • ઇ-ચાવડી પર ૧૩૫/ડી નોટીસની પ્રસિધ્ધિ થશે. ૧૩૫/ડીની નોટીસ ઓનલાઇન થતાં દુનિયાના કોઇપણ ખુણેથી જોઇ શકાય તે પ્રકારની પારદર્શક વ્યવસ્થા. 
  • iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજય ભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટલાઇઝેશન. માહિતી સ્ત્રોત: વીટીવી

Content Copying Forbidden !!

error: Content is protected !!