કેસરીદેવસિંહનું રાજકીય ભવિષ્ય ઉજળું મનાય છે
વાંકાનેર: રૂપાલાના વિવાદમાં રાજપૂતો હવે બહાર કાઢેલી તલવાર મ્યાનમાં મૂકવા તૈયાર નથી. હવે વાત ક્ષત્રિયોના આન બાન અને શાનની છે, ત્યારે ક્ષત્રિયોએ મોટાપાયે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ છે. સાથે જ ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કર્યું છે. આવામાં હવે ભાજપને ડેમેજ કન્ટ્રોલ કર્યે જ છૂટકો છે. નહિ તો
સમયના વહાણ વીતી જશે તો ક્ષત્રિયો ભાજપને નડશે, અને લોકસભામાં જીતના ટાર્ગેટ પર અસર પડશે. શરૂઆતમાં સામાજિક સમીકરણોના આંકડા માંડી કોઈ નુકશાન નહીં થાય એમ માની ભાજપ બહુ ગંભીર નહોતું, પણ હવે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને સમાજમાં જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપને સહયોગ આપવા સૂચન કરવા અપીલ કરાઈ છે. હવે

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક દોડતા થયા છે. રાજકોટ, ભાવનગર, જામનગર અને સુરૅન્દ્નનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠકો મળી હતી. આ ડેમેજ કન્ટ્રોલ સ્પષ્ટ બતાવે છે કે ભાજપને હવે ડર લાગી રહ્યો છે. ક્ષત્રિયોનો વિરોધ

સો ટકા ભાજપને નડવાનો. ક્ષત્રિય સમાજની શક્તિને ભાજપ પિછાણી શક્યું નહીં, આંદોલને રાજ્યમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. ભાજપની સભામાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આઠ-દશ યુવાનો બિન્દાસ્ત પ્રવેશી નારા લગાવે છે. મુખ્ય મંત્રી કે પાટીલની સભા પણ બાકાત રહી નથી ત્યારે ભવિષ્યમાં
વડા પ્રધાનની સભા પણ બાકાત રહેશે કે કેમ, એ એક સવાલ છે. ક્ષત્રિયો સામેનો વિરોધ હવે ભાજપ વિરુદ્ધનો બની ગયો છે, ભાજપની પ્રવેશબંધીના બેનરો લાગે છે. ક્ષત્રિયો દ્વારા અલગ અલગ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યા છે. ક્ષત્રિયો થોડે ઘણા સાબિત થઇ રહ્યા છે. જો આ જ સ્થિતિ રહી તો
આગામી પંચાયતની ચૂંટણીમાં પણ અસર થશે. તો બીજી તરફ, ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેસી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ

કરવામાં આવશે. આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવશે. સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને ફફડાટ મચ્યો છે. મીડિયા અહેવાલો છે કે શરૂઆતમાં

ભાજપી ક્ષત્રિય ચાર આગેવાનોને ક્ષત્રિયોનો વિરોધ ખાળવાની જવાબદારી અપાઈ હતી, જેમાં ત્રણ ક્ષત્રિય આગેવાનો સફળ રહ્યા નહીં, પરંતુ વાંકાનેરના કેસરીદેવસિંહને રાજવીઓ મેદાનમાં ન આવે તેની જવાબદારી અપાઈ હતી, જેમાં તેઓ થોડેઘણે અંશે સફળ દેખાય છે. કેસરીદેવસિંહ અત્યારે રૂપાલા માટે મજબૂત સ્થભ સાબિત થઇ રહ્યા છે. એમનું મહત્વ ભાજપમાં વધી ગયું છે. બધી ટોચની મિટિંગમાં એમની હાજરી હોય છે. એમનું રાજકીય ભવિષ્ય ઉજળું મનાય છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



