નવી દિલ્હી: દેશના કેટલાક ડોક્ટરો કોઈ એક ખાસ રોગ બાબતની નિપૂણતા મેળવવા એ વિષયની વધારાની ડીગ્રી લેતા હોય છે. આ ડીગ્રી તેઓ પોતાના લેટરહેડ કે બોર્ડ પર પણ લખતા હોય છે. કેટલાક લેભાગુ ડોક્ટરો જાતભાતની ડીગ્રી લખતા હોય છે, પરંતુ આ ડીગ્રીઓ માન્ય




હોસ્પિટલમાંથી લેવામાં આવી છે કે નહીં એની જાણકારી કોઈને હોતી નથી. હવે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે, સર્જરી, બાળચિકિત્સા, સ્ત્રી રોગ કે ચામડી સંબધી રોગના નિષ્ણાત ડોક્ટરોએ એમણે જ્યાંથી વિશેષ ડિપ્લોમાં કર્યું હોય કે વધારાનું શિક્ષણ મેળવ્યું હોય એ પુરુ કર્યા પછી એક્યુ પ્રમાણપત્ર લેવું જરૂરી છે. આ બાબતે ઓનલાઇન ફોર્મ ભરવાની સગવડ પણ આપવામાં આવી છે…